Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સેનાનું પરાક્રમ નહિ અટકે : લડાઇ જીતવાની છે

દેશના વીર જવાનો સીમા અને સીમા પાર પોતાનુ પરાક્રમ બતાડી રહ્યા છે : આખો દેશ જવાનોની સાથે છે : ભારતને અસ્થિર બનાવવાનું ષડયંત્ર : મને આપણી સેના પર ખૂબ જ ગર્વ છે : વિડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીનું કાર્યકર્તાઓને સંબોધન

નવી દિલ્હી તા. ૨૮ : ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદા જુદા અભિયાનો ચલાવીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરી રહી છે. સંગઠન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારકની ભૂમિકામાં છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે વડાપ્રધાન ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય વિશિષ્ઠ નાગરિકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહાસંવાદ કરી રહ્યાં છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવગ્રસ્ત વાતાવરણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટો સંદેશ પણ આપ્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથેના તણાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું હતું કે, હાલ દેશનીએ ભાવનાઓ કંઈક જુદા જ સ્તરે છે. દેશના વીર જવાનો સરહદ પર અની સરહદ પાર પણ પોતાનું પરાક્રમ દેખાડી રહ્યાં છે. દેશ આખો એક છે અને આપણા જવાનો પડખે છે. દુનિયા પણ આપણી આ તાકાતને જોઈ રહી છે.

 સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતના વીર જવાનો સરહદ પર પોતાનું પરાક્રમ દેખાડવાનું યથાવત જ રાખશે. વડાપ્રધાને આક્રમકતાથી કહ્યું હતું કે, આપણું આ પરાક્રમ અહીંથી પણ અટકશે નહીં. તેમણે કહ્યું હતું કે, આપણો દેશ નવી નીતિ અને નવી રીતીથી આગળ વધશે. વડાપ્રધાને પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું છે કે,

દુશ્મન દેશ આપણને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ આપણે અટકીશું નહીં અને ઝડપથી આગળ વધીશું. આપણે એવું કંઈ જ કરવાનું નથી જેથી કરીને સેનાનું મનોબળ ઘટે. આપણે એ સુનિશ્યિત કરવાનું છે કે, કોઈ પણ ભોગે અટકશે નહીં.

ભારતીય જનતા પાર્ટીનો આ સંવાદ એક ચર્ચાના રૂપમાં પાર્ટીના તમામ ૧૪,૦૦૦ એકમો, ૯૮૬ જીલ્લાઓ અને મહાનગરોમાં આયોજીત કરવામાં આવી રહ્યો છે. ભાજપ તરફથી આ વિશ્વની થી મોટી વીડિયો કોન્ફરન્સ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશની સુરક્ષા અને સ્ટ્રેન્થનો સંકલ્પ લઇ આપણા જવાન સરહદ પર છે. આપણે બધા ભારતના નાગરિક છીએ. આપણે બધા દેશમાં સમૃદ્ઘિ અને સૌમ્યતા માટે દિવસ રાત એક કરવી પડશે. તેમણે કહ્યું કે, આ આપણી પ્રથમ જવાબદારી છે. પરાક્રમી કયારે પણ એવું નથી વિચારતા કે ચાલો આ પૂર્ણ થઇ ગયું છે, હવે બેસી જાઓ. પરંતુ આપણે હમેશા નિરંતર કર્યરત રહેવાનું છે.

આપણે દેશની દરેક વીર પુત્રી અને વીર પુત્રના પરિવારના પ્રતિ આભારી છે. મારૂ આ કહેવું છે કે જે પણ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગ્યા છે, તેઓ ચાલુ રાખે.

સમગ્ર દેશ આપણા જવાનોની પડખે ઊભો છે. ઙ્ગપાકિસ્તાન ભાગલાવાદી નીતિથી ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ, દેશની સુરક્ષામાં તૈનાત આર્મીના મનબોળ નબળું પડે તેવી કોઈ જ કાર્યવાહી ના થાય તેની ખાતરી કરવી પડશે. ભારત લડશે, જીવશે અને એક થઈને જીતશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

(3:16 pm IST)