Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કચ્છ સરહદે હાઇએલર્ટ ; લખતરમાં રડાર એક્ટિવ ;ભુજમાં હેલ્પલાઇન નંબર જાહેર

અનેક ગામોમાં ચેકીંગ : બૉમ્બ સ્કોડ , ડોગ સ્કોડ સહિતની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ

લખપત વિસ્તારના સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે. લખપતમાં રડાર એક્ટિવ કરવામાં આવ્યા છે. બોર્ડર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. લખપતથી પાકિસ્તાન 9 કિમીનું અંતર ધરાવે છે. આર્મીને મિસાઈલ જેવા શસ્ત્રો સાથે સજ્જ કરવામાં આવી છે. દેશની પશ્ચિમી સરહદની છેલો બોર્ડર વિસ્તાર ભૂજમાં સેનાએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે

   . આતંકીઓ પર એર સ્ટ્રાઈક બાદ કચ્છ જિલ્લામાં હેલ્પલાઇન નંબર જારી કરાયા છે. સરહદી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ ગતિવિધિ કે બિનવારસી વસ્તુ મળી આવે તો હેલ્પલાઈન 02832-258439 પર જાણ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તો સાથે જ સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે

   . LCB, SOG અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમો ચેકિંગ કરીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે.. બૉમ્બ સ્કોડ , ડોગ સ્કોડ સહિતની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ છે. ખાસ કરીને જુના કંડલા, નવા કંડલા, મીઠાપોર્ટ, સિરવા અને બન્ના વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે..

(1:07 pm IST)