Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ગુજરાતી યુવક રવિ પટેલની હત્યા : લૂંટના ઇરાદે આવેલા શખ્સો ગોળીબાર કરી લૂંટફાટ કરી નાસી છૂટ્યા

જ્હોનિસબર્ગ : સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે આવેલા સ્ટોરમાં નોકરી કરતા ગુજરાતી યુવક રવિ પટેલ ઉપર અમુક શખ્સો  ગોળીબાર કરી સ્ટોરમાં લૂંટફાટ ચલાવી નાસી  છૂટતા ઘાયલ થયેલા યુવકે મંગળવારે આખરી દમ લેતા તેનું કરૂણ  મોત નીપજ્યું છે.

ગુજરાતના ઉમરેઠનો વતની રવિ હજુ 4 વર્ષ પહેલા જ્હોનિસબર્ગમાં સ્થાયી થયો હતો.જ્યાં સ્ટોરમાં નોકરી કરતો હતો.તે દરમિયાન બનેલી ઘટનાથી તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)