Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ સામે કરી કાર્યવાહી : ઝડપથી પરત ફરશે પાયલટ અભિનંદન

પાકિસ્તાને જૈશના તાલિમ કેન્દ્રો પર કાર્યવાહી કરી હતી

નવી દિલ્હી તા. ૨૮ : પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુ સેનાના હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ ચરણસીમા પર છે. આ દરમિયાન સરકારી સૂત્રનું કહેવું છે કે પાકિસ્તાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કાર્યવાહી કરી છે, એટલું જ નહીં ભારતીય પાટલટ અભિનંદનને બહુ ઝડપથી ભારત પરત મોકલવામાં આવશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે રાત્રે પાકિસ્તાને જૈશના તાલિમ કેન્દ્રો પર કાર્યવાહી કરી હતી. સરકારી સૂત્રએ એવો પણ ભરોશો અપાવ્યો કે પાકિસ્તાન બહુ ઝડપથી ભારતીય પાયલટ અભિનંદનને મુકત કરશે. સંયુકત રાષ્ટ્ર પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જૈશ-એ-મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બુધવારે આ ત્રણેય રાષ્ટ્રોએ જૈશને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવમાં કાશ્મીરના પુલવામા હુમલાનો હવાલો આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ નવા આદેશ સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇનોને ફલાઇટ ઓપરેટ ન કરવાની સૂચના આપી છે. એટલે કે આજે પાકિસ્તાનની તમામ ફલાઇટ કેન્સલ રહેશે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ, વાયુ અને સેના પ્રમુખો સાથે લાંબી મુલાકાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય સેના પ્રમુખો સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ તેમને સ્વતંત્ર નિર્ણય લેવાની આઝાદી આપી દીધી છે.(૧૨.૧૮)

(11:52 am IST)