Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાનને જવાબ આપવા ભારતીય સેના સજ્જ

કચ્છની રણ, દરિયાઇ અને હવાઇ સરહદે મોરચો સંભાળી

ભુજ : કચ્છમાં આર્મી જવાનો દ્વારા બંદોબસ્તની ફાઇલ તસ્વીર. (તસ્વીર : વિનોદ ગાલા, ભુજ)

ભુજ તા. ૨૮ : પાકિસ્તાન સાથેની તંગદિલીને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ ઝારી કરાયું છે. ગુજરાતને પાકિસ્તાન સાથે જોડતા કચ્છ જિલ્લામાં તંગદિલીની અસર વચ્ચે ભારતીય સેનાની સાથે વહીવટીતંત્ર અને પોલીસ સજ્જ છે. તો, ૧૯૬૫ અને ૧૯૭૧/૭૨ નું યુદ્ઘ જોઈ ચુકેલી કચ્છી પ્રજા પણ સાબદી બની ગઈ છે.ઙ્ગ પુલવામાં ૪૪ જવાનોને બાઙ્ખમ્બ થી ઉડાડી દેવાની ઘટના પછી સમગ્ર દેશમાં આતંકવાદીઓ અને તેમને પોષતા પાકિસ્તાન ઉપર લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. તેમાંયે ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાને પણ વળતો જવાબ આપવાની ચીમકી આપ્યા બાદ વધુ આક્રમક વલણ સાથે ભારતે યુદ્ઘ ની તૈયારી આરંભી દીધી છે. ત્યારે, જાણીએ કચ્છ સરહદે શું છે પરિસ્થિતિ?

ભૂમિ (રણ), દરિયો અને હવાઈ એ  ત્રણેય સરહદો ધરાવતો દેશનો એક માત્ર જિલ્લો કચ્છ યુદ્ઘ માટે સજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યને ખુલ્લો દોર આપી દીધો છે. તો, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે એવો સંદેશો આપ્યો છે. સેનાની સાથે રાજયનું પોલીસ તંત્ર સજ્જ છે. ગુજરાત મરીન પોલીસના ડીઆઈજી શશીકાંત ત્રિવેદી કચ્છના પ્રવાસે છે અને દરિયાઈ વિસ્તારમાં ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જાતે જ સુરક્ષાની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. ડીઆઈજી શશીકાંત ત્રિવેદીએ દેશના સૌથી માતા મહાબંદર કંડલા ની મુલાકાત લઈ ત્યાં આવેલ ઓઇલ, ગેસ અને કેમિકલ ટર્મિનલોની સુરક્ષા વ્યવસ્થાની સીઆઈએસેફ, કોસ્ટ ગાર્ડ તેમ જ પૂર્વ કચ્છ પોલીસ સાથે સમીક્ષા કરી હતી. તો, આજે મુન્દ્રા પોર્ટની સાથે માંડવીથી લઈને જખૌ, કોટેશ્વર સુધીની સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. તેમણે બીએસએફ અને કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

ભૂમિ સરહદે રણમાં બીએસએફની સાથે આર્મીએ સંભાળ્યો મોરચો

પાકિસ્તાન સાથે ભૂમિ માર્ગે કચ્છનું રણ જોડાયેલું છે. ખાવડા નજીક ઇન્ડિયાબ્રિજ પાસે થી છેક ૬૦ કિલોમીટર દૂર ભારતીય ભૂમિની છેલ્લી હદ વિઘાકોટ છે. સામાન્ય રીતે અહીં પેરા મિલિટરી ફોર્સ તરીકે બીએસએફ હોય છે. પણ, હવે બીએસએફ ની સાથે આર્મીએ મોરચો સંભાળ્યો છે. અત્યારે અહીં બંને દેશની બોર્ડરના ઝીરો પોઇન્ટ વિઘાકોટ પાસે ચાલતું બોર્ડર ફેન્સિંગનું કામ અટકાવી દેવાયું છે, મજૂરોને રજા આપી દેવાઈ છે. ખાવડા પાસે આવેલા બાંદા ગામ પાસે આર્મી કેમ્પસ માં ભારે ચહલપહલ જોવા મળે છે. ટેન્ક સહિત ના અન્ય આધુનિક હથિયારો સાથે સજ્જ ભારતીય લશ્કર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. ભુજમાં આવેલા આર્મી ના વડા મથકને ફરતે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવાઈ છે.ઙ્ગ

દરિયાઈ અને ક્રિક વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે રડાર દ્વારા પાકિસ્તાનની હિલચાલ ઉપર નજર

દરિયાની સાથે ક્રિક (કાદવ કીચડવાળી જમીન) કચ્છને પાકિસ્તાન સાથે જોડે છે. અહીં દરિયાઈ તેમ જ ક્રિક બંને વિસ્તારો માં થી પાક ઘુસણખોરો ભારતમાં પ્રવેશે છે. ૩૩૦ કિલોમીટરનો લાંબી દરિયાઈ સીમા ધરાવતા કચ્છમાં મુન્દ્રા તેમ જ જખૌમાં કોસ્ટગાર્ડ તૈનાત છે. હોવર ક્રાફટ ઉપરાંત શિપ દ્વારા દરિયામાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ તેમ જ ઓખા વડા મથકે નેવી પણ વોરશીપ (યુદ્ઘ જહાજ) સાથે ચેક કોટેશ્વર સુધી મોરચો સંભાળવા સજ્જ છે. જખૌ બંદર અને આસપાસ માછીમારો ને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. તો, મરીન પોલીસ તેમ જ બીએસએફ મરીન ના જવાનો સ્પીડ બોટ સાથે દરિયામાં પેટ્રોલિંગ સાથે બાજ નજર રાખી રહ્યા છે. ક્રિક ના કાદવ કિચડ વાળા વિસ્તારમાં બીએસએફ દ્વારા એટીવીટી (ઓલ ટેરેઇન વ્હીકલ) દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.

વાયુસેના પણ યુદ્ઘ વિમાનો, મિસાઈલો સાથે સજ્જ

કચ્છમાં ભારતીય વાયુસેના ના ભુજ અને નલિયા એ બે એરબેઝ આવેલા છે. આપણાં યુદ્ઘ વિમાનો માત્ર પાંચ મિનિટની અંદર જ કચ્છ થી કરાંચી પહોંચી શકે છે. ભુજ અને નલિયામાં લડાકુ મિગ વિમાન અને ફાઇટર હેલિકોપ્ટર કોઈ પણ પરિસ્થિતિ માં દુશ્મન દેશ ઉપર હુમલો કરવા સજ્જ છે. તો, એન્ટી એરક્રાફટ મિસાઈલ ભારતીય હદ માં ઘુસી આવનાર પાકિસ્તાનના વિમાન લને તોડી પાડવા સક્ષમ છે. બે દિવસ પહેલા જ નુંધાતડ ગામ પાસે ભારતીય વાયુસેનાએ ઇઝરાઈલી સ્પાઇડર દ્વારા પાકિસ્તાન ના ડ્રોન વિમાનને તોડી પાડ્યું હતું.

વર્તમાન તંગદિલીને ધ્યાને રાખીને લખપત પાસે પાકિસ્તાની લશ્કરની ગતિવિધિઓ ઉપર બાઝ નજર રાખવાઙ્ગ રડાર તૈનાત કરાયું છે.(૨૧.૧૫)

(11:47 am IST)