Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પંજાબના તમામ જિલ્લાઓમાં હાઇએલર્ટ :મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે હાઇલેવલ મિટિંગ કરી

કોઈપણ સ્થિતિને પહોંચી વાળવા સતર્ક રહેવા અને ગૃહમંત્રાલય અને રક્ષામંત્રલાયસ સાથે સંપર્કમાં રહેવા કહ્યું

નવી દિલ્હી ;ભારત અને પાકિસ્તાન સરહદે તણાવને લઇને પંજાબમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ સરકારે પોતાના તમામ સરહદી જિલ્લાઓને હાઇએલર્ટ મોડ ઉપર મુકી દીધા છે. રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પોલીસ, વહીવટી તંત્ર અને અર્ધલશ્કરી દળના અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક યોજીને સ્થિતિની સમિક્ષા કરી હતી.

  સરહદ સ્થિત જિલ્લાઓના જિલ્લા કલેકટર અને એસએસપીને નાગરીકોની સુરક્ષા માટે પ્લાન લાગુ કરવા માટે જણાવ્યું છે. કેપ્ટન અમરિન્દર સિંહે ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથે પણ ફોન ઉપર વાત કરી. અમરિન્દર સિંહે સ્થિતિ પર નજર રાખવા અને કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું. સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના સંપર્કમાં રહેવાની પણ વાત કહી.

(12:00 am IST)