Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

''સ્લોન રિસર્ચ ફેલો'': યુ.એસ.ના આલ્ફ્રેડ પી સ્લોન ફાઉન્ડશનએ બહાર પાડેલી ૨૦૧૯ની સાલના ૧૨૬ ફેલોની યાદીમાં સ્થાન મેળવતા ૧ ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન

વોશીંગ્ટનઃ યુ.એસ.ના આલ્ફ્રેડ પી.સ્લોન ફાઉન્ડેશનએ ૨૦૧૯ની સાલ માટે બહાર પાડેલી ''સ્લોન રિસર્ચ ફેલો'' તરીકે ૧૨૬ ફેલોની યાદીમાં ૧ ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકનએ સ્થાન હાંસલ કર્યુ છે. જેમની પસંદગી બાયોલોજી, કોમ્યુટર સાયન્સ, ઇકોનોમિકસ, મેથેમેટીકસ, ન્યુરો સાયન્સ, ઓસિયન સાયન્સ તથા ફીઝીકસ ક્ષેત્રે સંશોધનો માટે થઇ છે.

આ ફેલોની યાદીમાં સ્થાન પામેલ ઇન્ડિયન અમેરિકનમાં શ્રી સંદીપ શર્મા, શ્રી દિવાકર શુકલ સુશ્રી પ્રિયા મુરજાની, શ્રી રિતુપર્ણ દાસ, શ્રી નિખિલ અગરવાલ, શ્રી શિરશેન્દુ ગાંગૂલી, શ્રી કનક રાજન, શ્રી અર્જુન ક્રિશ્નાસ્વામી, શ્રી ચેતન પંડરીનાથ, તથા શ્રી અશ્વથ રામન સહિતનાઓનો સમાવેશ થાય છે.

(7:48 pm IST)