Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

યુ.એસ.ની વર્મોન્ટ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન શ્રી સુરેશ ગારીમેલ્લાઃ ૨૦૧૯ સમરમાં હોદો સંભાળશે

વર્મોન્ટઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ વર્મોન્ટના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી સુરેશ ગારીમેલ્લા ચૂંટાઇ આવ્યા છે. તેવું યુનિવર્સિટીના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ ૧૫ ફેબ્રુ.૨૦૧૯ના રોજ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

શ્રી સુરેશ હાલમાં પરડયુ યુનિવર્સિટીના રીસઅર્ એન્ડ પાર્ટનરશીપ ડીપાર્ટમેન્ટના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ છે. તેઓ ૨૦૧૯ સમરમાં નવો હોદો ગ્રહણ કરશે.

 

(7:47 pm IST)