Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

હજુ સાત વર્ષ પહેલા અમેેરિકાના ફલોરિડામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ગોવર્ધન કોઠાની હત્યાઃ ૩ આરોપીઓની ધરપકડઃ લૂંટના ઇરાદે સ્ટોરમાં આવ્યા હતાઃ

ફલોરિડાઃ હજુ સાત વર્ષ પહેલા અમેરિકાના ફલોરિડામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ૫૦ વર્ષીય આધેડ ગોવર્ધન કોઠાની ૧૯ ફેબ્રુ. ૨૦૧૯ના રોજ હત્યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફલોરિડામાં કિવક ફીલ નામક સ્ટોરમાં ફરજ બજાવતા ગોવર્ધન કોઠા ઉપર રાત્રે ૮ વાગ્યાને સુમારે લૂંટ કરવાના ઇરાદે આવેલા ૩ શખ્સોએ ગોળીબાર કરતાં તેમનું કરૂણ મોત નિપજ્યું છે.

ત્રણે આરોપીઓની ધરપકડ થઇ છે. જે પૈકી બેને જેલમાં ધકેલાયા છે. જયારે ત્રીજાને જામીન ઉપર છોડવામાં આવ્યો છે. પોલીસ ડીપાર્ટમેન્ટના મંતવ્ય મુજબ લૂંટના ઇરાદે હત્યા કરાઇ છે. વધુ તપાસ ચાલુ છે.

મૃતકના પત્ની તથા ૨ પુત્રીઓ નોધારા બની ગયા છે.

(7:46 pm IST)