Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

યુ.એસ.ની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના ઉપક્રમે એકસલન્સ સેન્ટર શરૂ કરાશેઃ નેનો સાયન્સ તથા એન્જીનીયરીંગ સેન્ટરના વચગાળાના ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અજીત ડી.કેલકરની નિમણુંક

નોર્થ કેરોલિનાઃ યુ.એસ.ની નોર્થ કેરોલિના એગ્રિકલ્ચર એન્ડ ટેકનીકલ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા શરૂ થનારા નવા એકસલન્સ સેન્ટરના વચગાળાના ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અજીત ડી.કેલકરની નિમણુંક થઇ છે.

સાઇબર સિકયુરીટી એડવાન્સ્ડ મેન્યફેકચરીંગ, તેમજ એન્ટરપ્રિનીયરશીપ ક્ષેત્રે સંશોધન તથા એજ્યુકેશન માટે નિર્માણાધીન ૩ એકસલન્સ સેન્ટર માટે ૩ નવા વચગાળાના ડીરેકટરની ૧૨ ફેબ્રુ. ૨૦૧૯ના રોજ નિમણુંક કરવામાં આવી છે. જેમાં શ્રી કેલકરનો સમાવેશ કરાયો છે. જેઓ આ નવા સેન્ટરના નિર્માણ માટે જવાબદારી સંભાળશે.

શ્રી કેલકર જોઇન્ટ સ્કૂલ ઓફ નેનો સાયન્સ એન્ડ નેનો એન્જીનીઅરીંગના ડીપાર્ટમેન્ટ ઓફ નેનોએન્જીનીઅરીંગ પ્રોફેસર તથા ચેર છે. તેમણે નેનો એન્જીનીઅરીંગ ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવેલા છે.

 

(7:46 pm IST)