Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાન પરથી ભારતના વિમાનો ઉંડાણ ભરશે નહીં

પાકિસ્તાની વિમાન ભારતમાં ઘુસ્યા બાદ નિર્ણય : પાકિસ્તાન ઉપરથી ઉંડાણ નહીં ભરવાની સ્થિતિમાં યુરોપ અને અમેરિકામાં જવામાં બે કલાક વધુ લાગશે : રિપોર્ટ

નવીદિલ્હી,તા. ૨૭ : પાકિસ્તાન સાથે સંબંધો ખરાબ થયા બાદ હવે પાકિસ્તાન ઉપર પણ કોઇપણ ભારતીય વિમાન ઉંડાણ ભરશે નહીં. રુટ અંગે નિર્ણય એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આજે સવારે પાકિસ્તાની હવાઈ દળના વિમાનો ભારતીય એરસ્પેશનો ભંગ કરીને ભારતમાં ઘુસી ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાને પોતાના એરસ્પેશના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. દિલ્હી એર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, લાહોર દ્વારા એરસ્પેશ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે પાકિસ્તાની આકાશ પરથી વિમાન ઉંડાણ ભરશે નહીં. પાકિસ્તાન પરથી હાલમાં ભારતીય વિમાનો ઉંડાણ ભરી રહ્યા હતા. એરઇન્ડિયાએ પશ્ચિમ તરફ જતાં વિમાનો માટે નવા રુટ નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો છે. આજે બપોર બાદ દિલ્હીથી યુરોપ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉંડાણ ભરનાર હતી પરંતુ પાકિસ્તાનના હવાઈ રસ્તા મારફતે જવાના બદલે અન્ય રુટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન થઇને પશ્ચિમી દેશો તરફ ફ્લાઇટો રવાના થઇ હતી. હવે ફ્લાઇટોના રુટ ફરીથી નક્કી કરવામાં આવશે. નવા રુટની જાહેરાત ટૂંકમાં જ કરવામાં આવશે. એર ઇન્ડિયા દ્વારા પહેલાથી જ તૈયારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના હવાઈ રસ્તાના બદલે વિકલ્પ એ છે કે, ઉત્તર ભારતીય એરપોર્ટ પરથી ઉંડાણ ભરવામાં આવે. દિલ્હીથી ઉંડાણ બાદ મુંબઈ થઇને મસ્કત અને અન્ય નિર્ધારિત શહેરો અને દેશમાં વિમાન જશે. રુટમાં ફેરફારથી દિલ્હીથી યુરોપ જવામાં અમે અમેરિકા જવામાં હાલમાં જે સમય લાગે છે તેના કરતા એક બે કલાક વધુ સમય લાગશે. એર ઇન્ડિયા રુટ નક્કી કરનાર છે.

(12:00 am IST)