Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બોર્ડર ઉપર ભારત-પાકિસ્‍તાનમાં ગંભીર સ્થિતિના કારણે ઉત્તર ભારતમાં હાઇઅેલર્ટઃ ૨૭મી મે સુધી વાયુ સીમા ખાલી કરાવાઇઃ કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા

નવી દિલ્હી: બોર્ડર પર ભારત-પાકિસ્તાનમાં ગંભિર સ્થિતીને જોઇને સમગ્ર ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા 27 મે સુધી ઉત્તર ભારતના એર સ્પેસ ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જંયત સિન્હાએ કહ્યું કે વર્તમાનમાં જે હાલાત છે તેને જોઇએ તો ભારતીય સેના વાયુસેના દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે વાયુ સેનાની તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર આગામી 27 મે એટલે કે 3 મહિના માટે ઉત્તર ભારતની એર સ્પેસને ખાલી કરવામાં આવી રહી છે.

જમ્મૂ કાશ્મીરના હાલાત નાજૂક

જમ્મૂ કાશ્મીરના રાજોરી અને પુંછ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલની સાથે 5 કિલોમીટરના વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓને અસ્થાયી રીતથી બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(12:00 am IST)