Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુકેશે એક્ટ્રેસ ચાહક ખન્નાને જેલમાં જ ઘૂંટણે પડીને પ્રપોઝ કર્યું હતું

૨૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં સુકેશ ચંદ્રશેખર અંગે નવી જાણકારી સામે આવીઃ સુકેશે ચાહકના બાળકોના બાપ બનવા પણ તૈયાર હતો, સુકેશની જેલમાં કેવું વાતાવરણ રહેતું હતું અને ત્યાં જેલની રૃમમાં કંઈ વસ્તુઓ રાખવામાં આવી હતી? તે ચાહકે જણાવ્યું

નવી દિલ્હી, તા.૨૮ : ૨૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં હવે સુકેશ ચંદ્રશેખર અંગે નવી જાણકારી સામે આવી છે. એક્ટ્રેસ ચાહક ખન્નાએ જણાવ્યું હતું કે સુકેશે જેલમાં જ તેને પ્રપોઝ કર્યો હતો અને ઘૂટણે પડીને તેને કહ્યું હતું કે તે તેના બાળકોનો બાપ બનવા માટે તૈયાર છે. ચાહત ખન્નાએ એ પણ કહ્યું હતું કે સુકેશની જેલમાં કેવું વાતાવરણ રહેતું હતું અને ત્યાં જેલની રૃમમાં કંઈ વસ્તુઓ રાખવામાં આવી હતી?

ચાહત ખન્નાએ જેલમાં સુકેશ ચંદ્રશેખર વાળી સેલ વિશે જણાવ્યું હતું કે, 'મને યાદ છે કે જેલનો એ રૃમ લેપટોપ, ઘડિયાળો અને લક્ઝરી આઈટમોથી ભરેલો હતો. આ સિવાય વિશ્વભરના બ્રાન્ડેડ બેગ્સ પણ હતા...એટલા હતા કે કોઈ એક પડે તો બધા જ પડી જતા. ત્યાં એક સોફા હતો, એક પોર્ટેબલ એસી, એક ખુરશી અને ફ્રિઝ... નાના રૃમમાં બધું જ ભરેલું હતું.'

ચાહત ખન્નાએ એ પણ જણાવ્યું હતું કે જ્યારે તે જેલમાં સુકેશ મળથી ત્યારે તેનો અનુભવ કેવો હતો. તેણે જણાવ્યું હતું કે, સુકેશે કહ્યું હતું કે તે મારો ફેન છે અને તેણે ટીવી પર મારા શોઝ જોયા હતા. સુકેશે ચાહતને કહ્યું હતું કે તે તેને મળવા માંગે છે. ચાહતે સુકેશને પુછ્યું હતું કે તને અહીંયા શા માટે બોલાવી છે? એક્ટ્રેસે કહ્યું હતું કે તેમનું ૬ મહિનાનું બાળક ઘરે એકલું હતું અને તે એવું વિચારીને અહીંયા આવી ગઈ હતી કે કોઈ ઈવેન્ટ હશે.

ચાહત ખન્નાએ ત્યાર બાદ જણાવ્યું કે, 'હું કંઈ સમજી શકું તે પહેલા તે પોતાના ઘૂંટણે પડી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. હું તેના પર બૂમ પાડી, મેં કહ્યું હતું કે-હું પરિણીત છું અને બે બાળકો છે.' ત્યારબાદ સુકેશ ચંદ્રશેખરે ચાહત ખન્નાને કહ્યું હતું કે તેનો પતિ સારો વ્યક્તિ નથી. તેણે કહ્યું હતું કે તે લગ્ન કરીને મારા બાળકોનો બાપ બની જશે. ચાહત ખન્નાએ કહ્યું હતું કે આ બધા પછી તે ખૂબ જ નર્વસ થઈ ગઈ અને ત્યાં જ રડવા લાગી હતી.

 

(7:36 pm IST)