Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

Oscar ૨૦૨૩: ભારતને ત્રણ ઓસ્‍કર જીતવાની તકઃ RRR સાથે આ બે ફિલ્‍મો પણ થઈ નોમિનેટ

ધ 94th ઍકેડેમી એવૉર્ડ એટલે ઑસ્‍કર એવૉર્ડને ડૉલ્‍બી થિયેટર લૉસ ઍન્‍જલિસમાં માર્ચ ૨૦૨૩માં ભારતીય સમય અનુસાર સવારે ૫:૩૦ વાગે પ્રસારિત કરવામાં આવશે

ન્‍યુયોર્ક, તા.૨૮: વર્ષ ૨૦૨૩માં આખા વિશ્વમાં અનેક ફિલ્‍મો રિલીઝ થઈ. ઘણી ફિલ્‍મોએ દુનિયામાં પોતાનો ડંકો વગાડ્‍યો અને અનેક ફિલ્‍મો ખૂબ જ ખરાબ રીતે ફ્‌લૉપ થઈ ગઈ. પણ આ વર્ષનો ઑસ્‍કર એવૉર્ડ ભારતીયો માટે ખૂબ જ મહત્‍વનો રહેશે કારણકે આ વર્ષે ભારતમાંથી ૩ ફિલ્‍મોને 95th ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે જેમાં એસએસ રાજામૌલીની ફિલ્‍મ `RRR` જેના ‘નાટુ નાટુ' ગીતને બૅસ્‍ટ ઑરિજિનલ સૉન્‍ગ કેટેગરીમાં નૉમિનેટ કરવામાં આવ્‍યું છે.

ભારતની એક નહીં પરંતુ ૨ ડૉકયુમેન્‍ટ્રી ફિલ્‍મને ઑસ્‍કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે. ‘ઑલ ધ બ્રિધર્સ' અને ‘ધ એલિફંટ વ્‍હિસપરર્સ'ને બૅસ્‍ટ ડૉકયુમેન્‍ટ્રી ફિલ્‍મ માટે સિલેક્‍ટ કરવામાં આવી છે. ધ 94th ઍકેડેમી એવૉર્ડ એટલે ઑસ્‍કર એવૉર્ડને ડૉલ્‍બી થિયેટર લૉસ ઍન્‍જલિસમાં માર્ચ ૨૦૨૩માં ભારતીય સમય અનુસાર સવારે ૫:૩૦ વાગે પ્રસારિત કરવામાં આવશે.

હૉલીવૂડની ફિલ્‍મ ‘ઍવરીથિંગ ઍવરીવૅર ઑલ ઍટ વન્‍સ'ને સૌથી વધારે એટલે કે ૧૧ ઑસ્‍કારની કેટેગરીમાં પોતાનું સ્‍થાન મળ્‍યું છે. ‘ધ બેનશીસ ઑફ ઇનિશેરીન' અને ‘ઑલ ક્‍વાઇટ ઑન ધ વેસ્‍ટર્ન ફ્રન્‍ટ' બંને ફિલ્‍મોને કુલ ૯ નૉમિનેશન મળ્‍યા છે. સ્‍ટીવન સ્‍પિલબર્ગની ‘ધ ફેબેલમેન્‍સ'ને ૭ અને ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન મેવરિક'ને છ નૉમિનેશન સાથે આ લિસ્‍ટમાં જોડવામાં આવ્‍યા છે.

ઑસ્‍કરમાં બૅસ્‍ટ ફિલ્‍મનું નૉમિનેશન લિસ્‍ટ

ઑલ ક્‍વાઇટ ઑન ધ વેસ્‍ટર્ન ફ્રન્‍ટ

અવતાર : ધ વે ઑફ વૉટર

ધ બેનશીસ ઑફ ઇનિશેરીન

ઍલ્‍વિસ

ઍવરીથિંગ ઍવરીવેર ઑલ ઍટ વન્‍સ

ધ ફેબેલમેન

ટાર

ટૉપ ગન મેવરિક

ટ્રાએંગલ ઑફ સેડનેસ

વિમેન ટૉકિંગ

બૅસ્‍ટ એનિમટેડ ફિલ્‍મ

પિનોકીઓ

માર્સેલ ધ શેલ વિધ શૂઝ ઑન

પુસ ઇન ધ બૂટ ધ લાસ્‍ટ વિશ

ધ સી બીસ્‍ટ

ર્ટનિંગ રેડ

બૅસ્‍ટ વિઝ્‍યુઅલ ઇફેક્‍ટ્‍સ

ઑલ ક્‍વાઇટ ઑન ધ વેસ્‍ટર્ન ફ્રન્‍ટ

અવતારઃ ધ વે ઑફ વૉટર

ધ બૅટમૅન

બ્‍લૅક પૅન્‍થરઃ વકાન્‍ડા ફૉરેવર

ટૉપ ગન મેવરિક.

(10:50 am IST)