Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ઈરાકના આંતરરાષ્ટ્રીય બગદાદ એરપોર્ટ પર ૬ રોકેટ ઝીંકાયા: હુમલામાં બે વિમાનને ભારે નુકસાન

બગદાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર  છ રોકેટ દાગવામાં આવ્યા હતા, જેમાં બે કોમર્શિયલ એરક્રાફ્ટને નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.  આ માહિતી ઈરાકી સેના દ્વારા જારી કરવામાં આવી છે.  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે ફાયરિંગ કરાયેલા રોકેટ ઈરાકી એરવેઝના વેઈટિંગ એરિયામાં પાર્ક કરેલા એરક્રાફ્ટ પર પડ્યા હતા.
સેનાએ કહ્યું કે તેને અબુ ગરીબ વિસ્તારમાં મિસાઈલના લોન્ચ પેડ વિશે જાણકારી મળી છે. જ્યાંથી આ રોકેટ છોડાયા હતા.  બે સુરક્ષા અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે રોકેટ એરપોર્ટના નાગરિક અને સૈન્ય વિસ્તારો વચ્ચે પડ્યા હતા.

(11:56 pm IST)