Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

"ચાર ચાર બિવિયાં ઔર ચાલીસ બચ્ચે કરકે, હિંદુસ્તાન પર ગઝવા-એ-હિંદ કરને પર કોઈ કસર નહીં છોડી હૈ" : મુસ્લિમો વિરુદ્ધ કથિત દ્વેષપૂર્ણ ભાષણ આપવા બદલ સુદર્શન ટીવી અધ્યક્ષ અને એડિટર-ઈન-ચીફ સુરેશ ચાવહાંકે વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ફોજદારી અરજી : નામદાર કોર્ટે દિલ્હી પોલીસનો જવાબ માંગ્યો

ન્યુદિલ્હી : "ચાર ચાર બિવિયાં ઔર ચાલીસ બચ્ચે કરકે, હિંદુસ્તાન પર ગઝવા-એ-હિંદ કરને પર કોઈ કસર નહીં છોડી હૈ" . મુસ્લિમો વિરુદ્ધ કથિત દ્વેષપૂર્ણ ભાષણ આપવા બદલ સુદર્શન ટીવી અધ્યક્ષ અને એડિટર-ઈન-ચીફ સુરેશ ચાવહાંકે વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ફોજદારી અરજી કરાઈ છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે દિલ્હી પોલીસનો જવાબ માંગ્યો છે.

દિલ્હીમાં 'હિન્દુ યુવા વાહિની' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, ચાવહાંકે ભારતને "હિંદુ રાષ્ટ્ર" બનાવવા માટે "મરો અને મારવા" માટે લોકોના જૂથને શપથ લેવડાવતા જોવા મળ્યા હતા.

આથી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 156(3) હેઠળ વેલફેર પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને જમાત-એ-ઈસ્લામી-હિંદની કેન્દ્રીય સલાહકાર પરિષદના સભ્ય સૈયદ કાસિમ રસૂલ ઈલ્યાસે અરજી દાખલ કરી હતી. ઇલ્યાસે દાવો કર્યો હતો કે ચાવહાંકેએ મુસ્લિમ સમુદાયના સભ્યો વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા જેમાં "ચાર ચાર બિવિયાં ઔર ચાવલી બચ્છે કરકે, હિંદુસ્તાન પર ગઝવા-એ-હિંદ કરને પર કોઈ કસર નહીં છોડી હૈ" જેવા નિવેદનોનો સમાવેશ થાય છે.
એડવોકેટ્સ તારા નરુલા, તમન્ના પંકજ અને પ્રિયા વત્સ દ્વારા ફરિયાદમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આરોપી દ્વારા શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાના સતત પ્રયાસો અને ઉશ્કેરણીજનક ભાષણોની ઘણી ઘટનાઓ હોવા છતાં, અરજદારની ફરિયાદ પર કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી કે  પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020 માં, માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B મંત્રાલય) એ સુદર્શન ન્યૂઝને કાર્યક્રમ 'બિન્દાસ બોલ' પર ચેતવણી આપી હતી, પરંતુ ચેનલને કાર્યક્રમના બાકીના એપિસોડને યોગ્ય "સુધારાઓ" અને "મધ્યસ્થિઓ" ને આધિન પ્રસારિત કરવાની મંજૂરી આપી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:45 pm IST)