Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કર્ણાટકમાં રાયચુરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ, મલ્લિકાર્જુન ગૌડા સામે વિરોધ ફાટી નીકળ્યો : 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા મંચ પરથી ડૉ. બી.આર. આંબેડકરનું પોર્ટ્રેટ કથિત રીતે હટાવતા દેખાવો : ડૉ. આંબેડકરની તસવીર મૂકવાનો મામલો કોર્ટની સંપૂર્ણ બેંચ સમક્ષ વિચારણા માટે પેન્ડિંગ હોવાનો હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલનો અભિપ્રાય

કર્ણાટક : કર્ણાટકમાં રાયચુરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ, મલ્લિકાર્જુન ગૌડા સામે વિરોધ ફાટી નીકળ્યો  છે. તેમણે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા મંચ પરથી ડૉ. બી.આર. આંબેડકરનું પોર્ટ્રેટ કથિત રીતે હટાવતા દેખાવો થયા હતા.જેના અનુસંધાને હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલે આપેલા અભિપ્રાય મુજબ ડૉ. આંબેડકરની તસવીર મૂકવાનો મામલો કોર્ટની સંપૂર્ણ બેંચ સમક્ષ વિચારણા માટે પેન્ડિંગ છે.

ઘટનાની નિંદા કરતા દલિત સંગઠન દ્વારા કરાયેલા કોલ બાદ સંખ્યાબંધ વકીલો, સંગઠનો અને રાજકીય પક્ષના સભ્યોએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આ મુદ્દો કર્ણાટક હાઈકોર્ટના ધ્યાન પર પણ લાવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ ટીજી શિવશંકરેગૌડાએ બાર એન્ડ બેંચને જણાવ્યું હતું કે કોર્ટે ઘટનાને લગતો રિપોર્ટ માંગ્યો છે.

કોર્ટે અગાઉ ગણતંત્ર દિવસ પર મહાત્મા ગાંધીની તસવીર મૂકવાની મંજૂરી આપી હતી જ્યારે ન્યાયતંત્રના સત્તાવાર કાર્યક્રમો માટે ડૉ. આંબેડકરની તસવીર મૂકવાનો મામલો કોર્ટની સંપૂર્ણ બેંચ સમક્ષ વિચારણા માટે પેન્ડિંગ છે.

 

"એકવાર મંજૂર થયા પછી, ગાંધીજીના પોટ્રેટની સાથે ડો. આંબેડકરનું પોટ્રેટ સત્તાવાર રીતે મૂકવું ફરજિયાત રહેશે અને તમામ સંબંધિતોને એક પરિપત્ર મોકલવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)