Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

લુલુ મોલ : પાર્કિંગ ફી પ્રાથમિક દૃષ્ટિએ ગેરકાયદેસર છે : આવતીકાલે તમે લિફ્ટ માટે ફી લેશો ? : લુલુ મોલ જેવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મુલાકાતીઓને પાર્કિંગની જગ્યા આપવી ફરજિયાત હોવાનું કેરળ હાઈકોર્ટનું પ્રાથમિક તારણ : આગામી સુનાવણી 21 ફેબ્રુઆરી 2022ના રોજ

કેરળ : લુલુ મોલમાં પાર્કિંગ માટે ફી લેવા સામે કરાયેલી પિટિશન અંગે કેરળ હાઇકોર્ટે જણાવ્યું હતું કે પાર્કિંગ ફી પ્રાથમિક દૃષ્ટિએ ગેરકાયદેસર છે . કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મુલાકાતીઓને પાર્કિંગની જગ્યા આપવી ફરજિયાત હોવાનું  કોર્ટે પ્રાથમિક તારણ રજૂ કર્યું હતું. નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે આવતીકાલે તમે લિફ્ટ માટે ફી લેશો ?

કોર્ટે કેરળ મ્યુનિસિપાલિટી બિલ્ડીંગ રૂલ્સ 1994ની જોગવાઈઓના આધારે પ્રથમદર્શી અવલોકન કર્યું હતું જે મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મુલાકાતીઓને પાર્કિંગની જગ્યા આપવી ફરજિયાત છે.જે મુજબ એર્નાકુલમમાં લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ જેવી વ્યાપારી સંસ્થાઓ દ્વારા પાર્કિંગ ફીની વસૂલાત ગેરકાયદેસર છે.

જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને નોંધ્યું હતું કે કેરળ મ્યુનિસિપાલિટી બિલ્ડીંગ રૂલ્સ 1994 મુજબ, મુલાકાતીઓને પાર્કિંગની જગ્યા આપવી ફરજિયાત છે અને તેમના અગાઉના અભિપ્રાયને પુનરોચ્ચાર કર્યો હતો કે આવા સંજોગોમાં પાર્કિંગ ફી વસૂલવી પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર હશે.

મારું પ્રથમદર્શી અવલોકન એ હકીકતના આધારે છે કે બિલ્ડિંગ પરમિટ ફક્ત પાર્કિંગની જગ્યાના સમાવેશ પર આપવામાં આવે છે. તે પાર્કિંગ સુવિધા સાથે બિલ્ડિંગ પરમિટ આપ્યા પછી, તમે વધારાની ફી વસૂલ કરી શકતા નથી કારણ કે તે બિલ્ડિંગનો ભાગ છે. આવતીકાલે શું તમે લિફ્ટ માટે પણ ફી વસૂલવાનું શરૂ કરશો, કારણ કે તમે સેવા આપી રહ્યા છો?"

કોર્ટ એક અરજીની સુનાવણી કરી રહી હતી જે ફિલ્મ નિર્દેશક પાઉલી વાડાક્કન દ્વારા એડવોકેટ જોમી કે જોસ દ્વારા દાખલ કરવામાં આવી હતી, કારણ કે જ્યારે તેઓ આ મહિનાની શરૂઆતમાં મોલમાં ગયા ત્યારે તેમની પાસેથી પાર્કિંગ ફી તરીકે ₹20 લેવામાં આવ્યા હતા.

એવી દલીલ કરવામાં આવી હતી કે તે કેરળ મ્યુનિસિપાલિટી એક્ટ અને કેરળ મ્યુનિસિપાલિટી બિલ્ડિંગ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે જે મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ માટે મંજૂર બિલ્ડિંગ પ્લાનમાં નિર્ધારિત જગ્યાને પે એન્ડ પાર્ક સુવિધામાં રૂપાંતરિત કરી શકાતી નથી.

હકીકતમાં, લુલુ મોલ જેવા કોમર્શિયલ કોમ્પ્લેક્સની મુલાકાત લેનારાઓને મફત પાર્કિંગની જગ્યાઓ પૂરી પાડવાની જવાબદારી માલિક અથવા મેનેજમેન્ટની છે, એવો દાવો કરવામાં આવ્યો હતો.

આ રીતે અરજદારે મોલ દ્વારા પાર્કિંગ ફીની વસૂલાત ગેરકાયદેસર હોવાનું જાહેરનામું માંગ્યું હતું અને તેની પાસેથી વસૂલવામાં આવેલા ₹20 પરત કરવા માટે નિર્દેશો માટે પ્રાર્થના કરી હતી.

આ મામલે આગામી સુનાવણી  21 ફેબ્રુઆરી, 2022ના રોજ હાથ ધરવામાં આવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:03 pm IST)