Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રકતદાન પર ઓમિક્રોનનું ગ્રહણઃ દેશમાં ૨૧ ટકા નો ઘટાડો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોને ફરી રકતદાન પર ગ્રહણ લગાવી દીધું છે. દેશમાં દર વર્ષે લગભગ ૧૫ લાખ લોકોના મોત રકત નહીં મળવાને કારણે થાય છે. ઓમિક્રોન બાદ સ્થિતિ બગડી ગઈ છે. દેશના બ્લડ બેંકોમાં હાલ ૨૧ ટકા રકત ઓછું છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, જાગૃતતાની ખામી, બ્લડ બેંકોમાં રકતની બર્બાદી અને કોરોનાને લઈને લોકોમાં ભય તેનું મોટું કારણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, કોઈ પણ દેશની  આબાદીનો ૧ ટકા રકત બ્લડ બેંકમાં રિઝર્વ હોવું જોઈએ. ભારતમાં દર સમયે ૧ કરોડ ૩૩ લાખ યૂનિટ રકતનું આરક્ષિત સ્ટોક હોવું જોઈએ. પરંતુ દર વર્ષે સરેરાશ ૮૫ થી ૯૦ લાખ યૂનિટ બ્લડ જ ઉપલબ્ધ થાય છે. વિશેષજ્ઞો અનુસાર, ૧૬ થી ૬૦ વર્ષના સ્વસ્થ વ્યકિતએ દર ૩ માસમાં રકતદાન કરવું જોઈએ,કારણ કે તે બાદ અતિરિકત રેડ બ્લડ સેલ સ્વયં જ મરી જાય છે.

૫ વર્ષમાં ૨૮ લાખ યુનિટ રકત બર્બાદ

૫ વર્ષમાં દેશના તમામ બ્લડ બેંકમાં લગભગ ૨૮ લાખ યૂનિટથી વધુ રકત બર્બાદ થાય છે. ત્યાં જ ૬ લાખ લીટર રકત કામમાં આવતું નથી. મહારાષ્ટ્ર, યૂપી, કર્ણાટકમાં માત્ર રકત બર્બાદ જ નથી થતું પરંતુ RBS પણ મોટી માત્રામાં નષ્ટ થઈ ગઈ. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશમાં પણ મોટી માત્રામાં બર્બાદી થાય છે. રાજસ્થાન બ્લડ બેંક સોસાયટીના અધ્યક્ષ ડો. વેદપ્રકાશ અનુસાર, કોલ્ડચેન સારી ન હોવાને કારણે પણ દેશમાં ઘણું  બ્લડ ખરાબ થઈ જાય છે.

મહિલાઓ રકતદાનમાં ઘણી પાછળ

ભારતમાં દર વર્ષે ૧ ઓકટોબરના રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ ઉજવવામાં આવે છે. તેમ છતાં લોકો રકતદાન કરવામાં પાછળ છે. રકતદાનમાં મહિલાઓનું યોગદાન માત્ર ૧૦ ટકા રહે છે. મહિલાઓ મેડિકલી સ્વસ્થ ન હોય અને તેમનું હીમોગ્લોબિન ઓછું રહેતું હોય, જે રકતદાન માટે જરૃરી છે.

(3:34 pm IST)