Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મહારાષ્ટ્ર વિધાનસભામાંથી બીજેપીના ૧૨ ધારાસભ્યોનું સસ્પેન્શન સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યું

ધારાસભ્યોએ સ્પીકરની સાથે કર્યુ હતું ગેરવર્તન

નવી દિલ્હી તા. ૨૮ : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના ૧૨ ધારાસભ્યોના એક વર્ષના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેને રદ્દ કરી દીધું છે. ધારાસભ્યોને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે ગેરવર્તન કરવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના ૧૨ ધારાસભ્યોના એક વર્ષના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેને રદ્દ કરી દીધું છે. ગયા વર્ષે ૬ જુલાઈના રોજ, ધારાસભ્યોને સ્પીકરની સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તણૂક કરવા બદલ વિધાનસભામાં એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવું એ હાંકી કાઢવા કરતાં પણ ખરાબ છે અને સમગ્ર મતવિસ્તારને સજા આપવા સમાન છે. જસ્ટિસ એએમ ખાનવિલકરે ટિપ્પણી કરી હતી કે ચુકાદો હકાલપટ્ટી કરતાં પણ ખરાબ છે.

તેમણે કહ્યું, કોઈ પણ આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ગૃહમાં કરી શકશે નહીં કારણ કે વિસ્તારના ધારાસભ્યો ગૃહમાં હાજર રહેશે નહીં. આ સભ્યને નહીં પણ સમગ્ર મતવિસ્તારને સજા કરવા સમાન છે. જો કે મહારાષ્ટ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. કેસની આગામી સુનાવણી ૧૮ જાન્યુઆરીએ થશે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.SC એ એ પણ ધ્યાન દોર્યું કે બંધારણીય જોગવાઈઓ મુજબ, કોઈ મતવિસ્તાર ૬ મહિનાથી વધુ સમય માટે પ્રતિનિધિત્વ વિના રહી શકે નહીં. SC એ મહારાષ્ટ્રની દલીલને ફગાવી દીધી હતી કે કોર્ટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલી સજાની માત્રા વિશે પૂછપરછ કરી શકતી નથી.જયારે અરજદાર ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે ગૃહ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ઘાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મતવિસ્તારના અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. આવી હકાલપટ્ટીથી સરકારને મહત્વના મુદ્દાઓમાં બહુમતી મત મેળવવા માટે ગૃહમાં સત્તાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી શકે છે. અરજદાર ધારાસભ્યો તરફથી મહેશ જેઠમલાણી, મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ અને સિદ્ઘાર્થ ભટનાગર હાજર રહ્યા હતા.

(3:17 pm IST)