Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩: નવી-જૂની ટેકસ વ્યવસ્થાને એક કરી હાઈબ્રિડ ટેકસ મોડલ લેવાની માંગ

 નવી દિલ્હીઃ સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩ થી લોકોને ટેકસનો મોર્ચા પર અનેક રાહત મળવાની આશા છે. ટેકસ એકસપર્ટ્સની માંગ જૂની અને નવી ટેકસ વ્યવસ્થાને એક કરવાની છે. જેથી લોકોને ટેકસ છૂટ મળતી રહે. ટેકસ કનેકટ એડવાઈઝરીના વિવેક જાલાને કહ્યું કે, બે ટેકસ વ્યવસ્થાના બદલે એક કમ્બાઈન્ડ અને હાઈબ્રિડ ટેકસ વ્યવસ્થા હોવી જોઈએ, જેમાં બંન્નેની ખૂબીઓ સામેલ હોય.

નાણાંમંત્રી પાસેથી ટેકસને  લઈને આ મોટી અપેક્ષાઓ 

૧. સિંપલ આઈટીઆર ફોર્મ

નાંગિયા એંડરસન ઈન્ડિયાના રાકેશ નાંગિયાએ કહ્યું, આઈટીઆર ફોર્મ સરળ બનાવવાનો પ્રયાર કરવો જોઈએ, જેથી લોકો કોઈ મુશ્કેલી વગર ITR ફાઈલ કરી શકે.

૨. લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેકસ

એસડબલ્યૂ ઈન્ડિયાના ટેકસ એકસપર્ટ સૌરવ સુદે કહ્યું કે, સરકારે લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેકસને ઓછો કરવો જોઈએ, જેથી રોકાણકારો લાંબા સમય સુધી શેર પોતાની પાસે રાખે અને માર્કેટમાં સ્થિરતા આવશ.

૩. ઈન્કમ ટેકસ

કિલયરના CEO અર્ચિત ગુપ્તા સ્લેબમાં બદલાવ કરવો જોઈએ. ૫ લાખ સુધીની આવક વગર કોઈ છૂટ પર સંપૂર્ણ રીતે ટેકસ ફ્રી હોવી જોઈએ. સૌથી ઉંચા ટેકસ સ્લેબની આવકને ૧૫ લાખથી વધારી ૨૦ લાખ કરી દેવી જોઈએ.

૪. સેકશન ૮૦સી

ટેકસ એકસપર્ટ્સની ILSS સહિત અન્ય નાની બચત યોજનાઓ પર ઈનકમ ટેકસ એકટના સેકશન ૮૦સી હેઠળ ટેકસ છૂટની સીમાને ૧.૫ લાખ રૂપિયા વાર્ષિકથી વધારી ૨.૫ લાખ રૂપિયા કરવાની માંગ, જેથી લોકો વધુ બચત કરી શકે.

(3:16 pm IST)