Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

હવે પેસેન્જર હશે અતિથી....

ટાટાએ હસ્તગત કરતા એરઇન્ડીયાની સેવાઓમાં થશે તાત્કાલીક સુધારાઃ ભોજન સેવામાં થયા મોટા ફેરફાર

 

 

નવી દિલ્હી તા. ર૮ ઃ એર ઇન્ડીયાને ટાટા ગ્રુપને સોંપાયા પછી ગુરૃવારથીજ પેસેન્જરોને મહારાજા ફલાઇટમાં ફેરફારોનો અનુભવ થશે.

સૌથી ધ્યાનમાં આવે તેવો તાત્કાલિક ફેરફાર ભોજનની સેવામાં કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ ગુરૃવારથી જ અમુક રૃટમાં ભોજન સેવાને ફુલડીશ બનાવી દેવાઇ છે. આ ફેરફાર તબકકાવાર બધા રૃટમાં લાગુ કરવામાં આવશે. ગુરૃવારથી  જ ''મીલ પ્લાન''માં ફેરફાર મુંબઇ-દિલ્હી, મુંબઇ, અબુધાબી, મુંબઇ-બેંગ્લુર, મુંબઇ-ન્યુયોર્ક અને મુંબઇ-લંડન રૃટમાં લાગુ કરી દેવાયા છે.

સુત્રો અનુસાર, આ મીલ પ્લાન તાજગ્રુપ દ્વારા સંચાલીત એરલાઇન કેટરીંગ સર્વિસ તાજ એસએટીએસ દ્વારા અપગ્રેડ કરવામાં આવ્યા છે. વધુમાં ર૧ જાન્યુઆરીના સર્કયુલરમાં કેબીનક્રુને જાણ કરવામાં આવી છે કે દરેક મુખ્ય ભોજન પહેલા એસઓપી અનુસાર પીણાની સેવાઓ આપવામાં આવે. બીઝનેઝ કલાસ અને ફર્સ્ટ કલાસમાં બેવરેજીસ સેવાઓ માટે સર્વિસ ટ્રોલી અને ઇકોનોમી કલાસમાં સોફટ ડ્રીંક બાર કાર્ટનો ઉપયોગ કરવામાં આવે.

ક્રુને ખાસ સૂચના આપવામાં આવી છે કે બીઝનેસ અને ફર્સ્ટ કલાસના પેસેન્જરોને પીણા આપવા માટે હાઇબોલ અને વાઇન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે. એવી જ રીતે તેમને કહેવામાં આવ્યું છે કે ઇકોનોમી કલાસમાં ચા-કોફી સર્વ કરવામાં મેલામાઇન કપ અને બીઝનેસ તથા ફર્સ્ટ કલાસમાં  પોર્સેલીન કપનો ઉપયોગ કરવો.

સર્કયુલર અનુસાર, બીઝનેસ અને ફર્સ્ટ કલાસ પેસેન્જરો માટે અખબાર અને મેગેઝીનની નકલટેક ઓફ પહેલા આપવી અને ઇકોનોમી કલાસ માટે તેમને દેખાય તે રીતે રેકમાં રાખવી. જયારે બ્લન્કેટ અને પીલો બીઝનેસ અને ફર્સ્ટ કલાસના પેસેન્જરોને આપવાના તથા ઇકોનોમી કલાસના પેસેન્જરો જો માંગે તો આપવા માટે પ૦ બ્લેન્કેર/ પીલો રાખવામાં આવશે.

બુધવારે બધા કેબીન ક્રુને અપાયેલ સુચના અનુસાર, તેમને વેલફેસ્ડ રહેવા અને નિયમો પાળવા કહેવાયું છે. એવી જ રીતે એરલાઇન મેનેજમેન્ટે ક્રુ સુપરવાઇઝરની ભુમિકા બહુ મહત્વની ગણાવી છે.તેમણે જણાવ્યા અનુસાર, ક્રુ સુપરવાઇઝરની ભુમીકા બહુ મહત્વની ગણાવી છે. તેમણે જણાવ્યા અનુસાર, ક્રુ.સુપરવાઇઝર ટોટલ ફલાઇટ દરમ્યાન સુરક્ષાના માપદંડો અને મહેમાનોને આપવામાં આવતી સેવાઓનું નિરીક્ષણ કરશે અને ધ્યાન આપશે.

(2:41 pm IST)