Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સંઘર્ષ, હિંમત, આવડત થકી સફળતાની ટોચ પર પહોંચેલા ઉદ્યોગપતિ-સમાજસેવક રિઝવાન આડતીયાનો જીવન સંગ્રામ...

'રિઝવાન' હવે નિહાળો OTT પ્લેટફોર્મ ઉપર

મૂળ પોરબંદરના અને ૧૭ વર્ષની ઉંમરે આફ્રિકા કામની શોધમાં ગયેલા મોટા ગજાના બિઝનેસમેન રિઝવાનનો રોલ વિક્રમ મહેતાએ ભજવ્યો છેઃ હરેશ વ્યાસ નિર્મીત ફિલ્મ હવે સિરીયલ રૃપે જોવાનો મોકો

રાજકોટ, તા., ર૮: આફ્રિકાના કોંગોમાં ખાલી હાથે કામની શોધમાં ગયેલા અને અનેક સંઘર્ષોનો સામનો કરી હિંમત, આવડતથી સફળતાની ટોચે પહોંચેલા રિઝવાન આડતીયાનો જીવન સંગ્રામ વર્ણવતી ફિલ્મ 'રિઝવાન' હવે સિરીયલ રૃપે ઓટીટી પ્લેટ ફોર્મ ઉપર નિઃશુલ્ક જોઇ શકાશે.
રિઝવાન આડતિયા સતર વર્ષની ઉમરે આફ્રિકા જાય છે.  કપરા સંજોગો અને હિમત હાર્યા વગર તે સામનો કરે છે અને સફળતાના એક પછી એક શીખરો સર કરતાં જાય છે. આજે તેઓ આફ્રિકાના એક સફળ બિઝનેસમેન છે. રિઝવાન આડતિયા એક દાનવીર પણ છે. સેવાના કાર્યો માટે તેઓ આડતિયા ફાઉન્ડેશનના અનેક પ્રોજેકટ ચલાવી રહ્યા છે. ૯ દેશોમાં ૧પં૦ સ્ટોર્સના સ્થાપક અને ૩૭ જેટલા વેરહાઉસના માલીક છે.  આ ફિલ્મ સોૈને એવી પ્રેરણા આપશે કે જીવનના ઉતાર ચઢાવ વચ્ચે સકારાત્મક વલણ (પોઝિટીવ એટીટ્યુડ) અને સખત મહેનતને પકડી રાખો, તમારા સપના ચોક્કસપણે પુરા થશે. ફિલ્મનું શુટીંગ પોરબંદર, મોઝામ્બિક અને કોંગોમાં થયું છે. નિર્માતા-નિર્દેશક હરેશ વ્યાસ કે જે મોરેસિયશ સ્થાયી થયા છે. તેમણે રિઝવાન આડયિતા વિશે સાંભળતા એક કોમન ફ્રેન્ડ થકી રિઝવાનને મળ્યા અને તેમના જીવનથી અભિભુત થઇ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ એ પહેલા એક પુસ્તક લખવામાં આવ્યું અને ત્યારબાદ  ફિલ્મ બનાવવામાં આવી જે બે વર્ષ પહેલા રીલીઝ થઇ ચુકી છે હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર સિરીયલ રૃપે પ્રસારીત થઇ રહી છે.
મૂળ પોરબંદરના આફ્રિકા સ્થાયી થયેલા જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી સમાજસેવક રિઝવાન આડતીયા, આડતીયા  ફાઉન્ડેશનના માધ્યમથી સેંકડો પ્રોજેકટ એશીયા અને આફ્રિકી દેશોમાં ચલાવી રહયા છે. 'રિઝવાન' યુવાનો માટે પ્રેરણાદાયી કથાનક ધરાવતી સ્ટોરી છે. રિઝવાનના નિર્માતા-નિર્દેશક હરેશ વ્યાસ છે. જયારે રિઝવાનનું પાત્ર અભિનેતા વિક્રમ મહેતાએ ભજવ્યું છે. જલ્પા ભટ્ટ, હિેતેશ રાવલ, ભાર્ગવ ઠાકરે સાથી કલાકાર તરીકે ભુમીકા ભજવી છે

 

(2:27 pm IST)