Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અમેરિકી અર્થવ્યવસ્થામાં દાયકાઓ બાદ આવી સૌથી વધુ તેજી

કોરોનાના કારણે લાગેલા લોકડાઉનની સુસ્તી બાદ અર્થવ્યવસ્થાએ સ્પીડ પકડી

નવી દિલ્હી તા. ૨૮ : અમેરિકીઙ્ગઅર્થવ્યવસ્થાએ દાયકા બાદ ગયા વર્ષે સૌથી વધુ તેજીથી વિસ્તાર કર્યો છે.ઙ્ગ કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનથી આવેલી સુસ્તી બાદ અર્થવ્યવસ્થાએઙ્ગફરી રફતાર પકડી છે. અમેરિકીઙ્ગ વાણિજય વિભાગના આધિકારિક આંકડાઙ્ગદેખાડે છે કે અર્થવ્યવસ્થામાં ૫.૭ ટકાનો વધારો થયો છે. જે ૧૯૮૪ બાદ સૌથી યોગ્ય પ્રદર્શન છે.

પરંતુ વિશેષજ્ઞો અંદાજ મુજબ, આ વર્ષે આર્થિક વૃદ્ઘિની રફતાર ધીમી પડી શકે છે. આ વર્ષે આર્થિક વધારાની ગતિ ધીમી પડી શકે છે. કારણકેઙ્ગસરકારે પ્રોત્સાહન પેકેજ પર થનાર ખર્ચનેઙ્ગઘટાડવામાં આવ્યો છે અને અમેરિકી ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોમાંઙ્ગવધારો કરી દેવામાં આવ્યો છે.ઙ્ગ

આ ઉપરાંત અમેરિકીઙ્ગઅર્થવ્યવસ્થા પર મોંઘવારી અને ઓમીક્રોનઙ્ગજેવા નવા કોરોના વેરિએન્ટનો ખતરો પણ મંડરાય રહ્યો છે. વિશ્વબેંકનાઙ્ગજણાવ્યા મુજબ, આ વર્ષે અમેરિકીઙ્ગઅર્થવ્યવસ્થા ૩.૭ ટકા ના દરે વધશે. કેપિટલ ઇકોનોમિકસમાંઙ્ગવરિષ્ઠ અમેરિકી અર્થશાસ્ત્રી એન્ડ્ર્યુ હંટર કહે છે અમેરિકામાં ઓમીક્રોનનીઙ્ગલહેરનો અર્થ એ છે કે ૨૦૨૨ની શરૂઆતમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. અમેરીકાનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટઙ્ગ૩.૪ ટકા પર આવી ગયો હતો.પરંતુ સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહન પેકેજ બાદ ૨૦૨૧માં અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકાયા છે.

(12:40 pm IST)