Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અમિતભાઇએ બાંકે બિહારી મંદીરમાં શિશ ઝુકાવ્યુઃ મથુરાના વિકાસ તરફ કર્યો સંકેત

યુપી ચુંટણી પ્રચારની કમાન ખુદ ગૃહમંત્રીએ સંભાળી છેઃ ડોર-ટુ-ડોર પ્રચાર અને પ્રવાસ દ્વારા વાતાવરણ ઉભુ કરવા કવાયત

નવી દિલ્હી, તા., ૨૮: યુપીમાં ચુંટણી પ્રચાર અભિયાનની કમાન ખુદ અમિતભાઇએ સંભાળી છે. તેઓ ઘરે-ઘરે સંપર્ક અને પ્રવાસ દ્વારા માહોલ બનાવી રહયા છે. અમિતભાઇ હિન્દુત્વના એજન્ડા અને જ્ઞાતિગત સમીકરણ બંન્ને એક સાથે સાધતા જણાય છે.

અમીતભાઇ ગઇકાલે વૃંદાવનના બાંકે બિહારી મંદીરમાં જઇ હિન્દુત્વનું કાર્ડ ખોલ્યુ જયારે નોઇડાના દાદરીમાં જનસંપર્ક દ્વારા પશ્ચિમ યુપીમાં બે મુખ્ય જ્ઞાતિઓ જાટ અને ગુર્જરોને એક સાથે કરવાની કોશીશ કરેલ. અહી બંને જ્ઞાતિના મતો પ્રભાવી છે. તેમના માનવા મુજબ પશ્ચિમી યુપીમાં સફળતા જ ભાજપને સતાની ચાવી અપાવી શકે છે. અહી જ ચુંટણીની શરૂઆત થનાર છે.

ભાજપ મુજબ પશ્ચિમથી ચાલેલ હવા પુર્વાચલ સહીતના પ્રદેશના ખુણે-ખુણે અસર કરશે. તેવામાં તાબડતોબ જનસંપર્ક અભિયાન ચલાવી પાર્ટીનો માહોલ બનાવાય રહયો છે. પાર્ટી સુત્રો મુજબ યુપી ચુંટણી માટે ટુંક સમયમાં ભાજપ મથુરાના વિકાસનો વાયદો પણ કરી શકે છે.

આની પાછળનું કારણ છે કે ભાજપના નેતાઓ દ્વારા અયોધ્યા, કાશીની જેમ મથુરાના વિકાસની વાતો પણ થઇ રહી છે. અમીતભાઇએ પણ બાંકે બિહારી મંદીરમાં દર્શન દરમિયાન પણ આંગે સંકેત આપેલ.

(12:38 pm IST)