Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનોમાં પણ વાઇન મળશે

મુંબઈ,તા.૨૮: મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર અને સુપરમાર્કેટમાં વાઈનનું વેચાણ કરવા દેવાના પ્રસ્તાવને રાજય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. આને કારણે વાઈન ખરીદવાનું લોકો માટે હવે સરળ થશે.

જોકે સરકારના આ નિર્ણયનો વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો છે. વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકારને ખેડૂતો, ગરીબ લોકોની કંઈ પડી નથી. એણે માત્ર ને માત્ર દારૂને જ પ્રાધાન્ય આપ્યું છે. સત્ત્।ાના નશામાં ચૂર થયેલી સરકારે ગરીબોને મદદ કરવી જોઈએ.

(10:02 am IST)