Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ચૂંટણી ટાણે કોંગ્રેસમાં પડી મોટી તિરાડ

કોંગ્રેસના પાંચ સાંસદોએ રાહુલ ગાંધીના કાર્યક્રમનો કર્યો બોયકોટ

અમૃતસર, તા.૨૮: રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત દરમિયાન પણ કોંગ્રેસ વેરવિખેર થયેલી જોવા મળી કોંગ્રેસના જ ૫ સાંસદોએ રાહુલ ગાંધીની મુલાકાતનો બોયકોટ કર્યો . તેમાં મનિષ તિવારી, રવનીત બિટ્ટૂ, જસબીર ડિમ્પા, મોહમ્મદ સિદ્દીક અને પરનીક કૌર શામેલ છે.

પરનીત કૌર રાજયના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે. કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડીને પંજાબ લોક કોંગ્રેસ નામની નવી પાર્ટી બનાવી લીધી છે અને ભાજપ સાથે ગઠબંધનમાં આ વખતે ચૂંટણી લડી રહ્યા છે.

રાહુલ ગાંધીએ અમૃતસરમાં સ્વર્ણ મંદિરમાં દર્શન કર્યા હતાં. તેમની સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુ પણ હાજર રહ્યા હતા. મહિનાની શરૂઆતમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા શારીરિક રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાહુલ ગાંધીની આ પહેલી પંજાબ મુલાકાત છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ ૧૦ માર્ચના  રોજ આવશે.

(9:59 am IST)