Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ખેડૂતોના પ્રશ્ને હવે અન્ના હજારે મેદાનમાં : 30 મી સુધીમાં માંગ નહિ સ્વીકારાઈ તો રાલેગણસિદ્ધીમાં કરશે અનશન

અનેક વખતે ખેડૂતોની માંગોને લઇ પત્ર લખ્યા પરંતુ સરકાર તરફથી કોઇ જવાબ ના મળ્યો: સરકાર ખેડૂતે પ્રત્યે સંવેદનશીલ નથી: અન્નાએ કહ્યું દિલ્હીની હિંસક ઘટનાથી તમામ લોકો દુઃખી : અહિંસાત્મક અને શાંતિપૂર્ણ આંદોલન ઇચ્છું છું

નવી દિલ્હી : સામાજિક કાર્યકર્તા અને ભ્રષ્ટાચાર વિરોધી અંદોલનને લઇ ઓળખ બનાવનાર અન્ના હજારે હવે ખેડૂતોને લઇ અનશન કરવા જઇ રહ્યા છે. અન્નાએ જણાવ્યું કે તેઓ 30 જાન્યુઆરીથી મહારાષ્ટ્રના રાલેગણસિદ્ધીમાં અનશન કરશે. તેમણે ભાજપની કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે કે, અનેક વખતે ખેડૂતોની માંગોને લઇ પત્ર લખવામાં આવ્યા, પરંતુ સરકાર તરફથી કોઇ જવાબ ના મળ્યો. તેથી હવે અનશન શરૂ કરવામાં આવશે

અન્ના હજારે અગાઉ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતુ કે જો ખેડૂતોને લઇ કરવામાં આવેલી માંગો માનવામાં નહીં આવે તો તેઓ દિલ્હીમાં અનશન પર બેસશે. પરંતુ તેનો કોઈ જવાબ ના મળ્યો. ત્યારબાદ હવે અન્ના હજારેએ નવો પત્ર લખી દેશભરના લોકોને જણાવ્યું કે તેઓ અનશન શરૂ કરી રહ્યા છે. Anna Hazare

જોકે અન્નાએ તેમના અનશન સ્થળે લોકોને ભેગા થવાની ના પાડી દીધી છે. તેમણે જણાવ્યું કે જે લોકો પણ આ અનશનને સમર્થન આપવા માંગે છે, તેઓ પોતાના જિલ્લા અથવા બ્લોક સ્તરે અનશન પર બેસી શકે છે. અન્નાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ચાર વર્ષોથી હું ખેડૂતોની મહત્વપૂર્ણ માંગોને લઇ આંદોલન કરી રહ્યો છું. અનેક વખતે દેશના વડાપ્રધાન અને કૃષિ મંત્રી સાથે પત્ર વ્યવહાર થયુ. પરંતુ એવું લાગી રહ્યુ છે કે સરકાર ખેડૂતોના મુદ્દે યોગ્ય નિર્ણય નથી લઇ રહી. સરકાર ખેડૂતે પ્રત્યે સંવેદનશીલ નથી

 

અન્નાએ વધુમાં જણાવ્યું કે, તેમણે 23 માર્ચ 2018ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં અનશન શરૂ કર્યા હતા, ત્યારબાદ 29 માર્ચે પીએમ ઓફિસમાંથી લેખિતમાં આશ્વાસન આપવામાં આવ્યુ. જેમાં સ્વામીનાથન આયોગની ભલામણ, કૃષિ મૂલ્ય આયોગના બંધારણીય દરજ્જો અને સ્વાયત્તા આપવી અને કૃષિમાં થતા ખર્ચ પર 50 ટકા એમએસપી વધારી આપવાને લઇ એક કમેટીની રચના કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સરકારે આ આશ્વાસનનું પાલન નથી કર્યું.

અન્નાએ જણાવ્યું કે ત્યારબાદ ફરીથી આ મુદ્દે તેમણે 2019માં પણ મહારાષ્ટ્રમાં અનશન કર્યુ. આ અનશન પછી પણ કેન્દ્રીય કૃષિ મંત્રી અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવીને ચર્ચા કરી અને લેખિતમાં આશ્વાસન આપ્યું. પરંતુ તેના પર પણ અત્યાર સુધી કોઈ મજબૂત કાર્યવાહી નથી થઇ. આશ્વાસન વચન હોય છે, દેશની સરકાર વચનનું પાલન નહીં કરે તો દેશ અને સમાજને કેવી રીતે ઉજ્જવળ ભવિષ્ય મળશે?

અન્નાએ દેશના ખેડૂતોની સ્થિતિને લઇ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે દેશના ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. કારણ કે તેમના પાકની યોગ્ય કિંમત નથી મળતી. કેન્દ્ર સરકારે જણાવ્યું કે સ્વામીનાથન આયોગની ભલામણ લાગૂ કરી દીધી છે, પરંતુ હકીકત તો એ છે કે તેના પર અમલ નથી થઇ રહ્યો.

અન્નાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં 26 જાન્યુઆરી બનેલી ઘટના તેનાથી તમામ લોકો દુ:ખી છે. હું હંમેશા અહિંસાત્મક અને શાંતિપૂર્ણ આંદોલન ઇચ્છું છું. છેલ્લા 40 વર્ષમાં મેં અનેક આંદોલન કર્યા છે. 2011માં દિલ્હીમાં જે લોકપાલ આંદોલન થયુ, તેમાં દેશની જનતા લોકોની સંખ્યામાં હતી, પરંતુ કોઇ કે એક પત્થર પણ ઉઠાવ્યો

(9:26 pm IST)