Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું -સરેન્ડર નહી કરૂ : ધરણા ચાલુ રહેશે :ટિકૈત અનશન પર ઉતરી ગયા

ગાજીપુર બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ: ભાજપના ધારાસભ્ય પોલીસ સાથે આવ્યા: હવે તેમની ગુંડાગર્દી નહી ચાલે.: ટિકૈતનો આરોપ

નવી દિલ્હી : ટ્રેકટર પરેડ દરમિયાન હિંસાને લઇને દિલ્હી પોલીસ દ્વારા કેટલાક ખેડૂત નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન નીકળેલી ટ્રેક્ટર પરેડ વચ્ચે હિંસામાં ઘાયલ પોલીસ કર્મીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવી ગયા છે અને ખેડૂતોને ધરણા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. રાકેશ ટિકૈત અનશન પર ઉતરી ગયા છે.તંત્રએ પણ પાણીની સુવિધા હટાવી દીધી છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે જ્યાર સુધી ગ્રામજનો પાણી નહી પીલાવે ત્યા સુધી પાણીને હાથ પણ નહી લગાવુ

ગાજીપુર બોર્ડર પર તંત્રની રાકેશ ટિકૈત સાથે ચર્ચા ફેલ થઇ ગઇ છે. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો છે કે ભાજપના ધારાસભ્ય પોલીસ સાથે આવ્યા છે, હવે તેમની ગુંડાગર્દી નહી ચાલે

ગાજીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતે કહ્યુ કે તે ધરપકડ આપવા માંગે છે પરંતુ ભાજપના ધારાસભ્યએ અમારા લોકો સાથે મારપીટ કરી છે. અમારા લોકોને રસ્તામાં મારવાનું પ્લાનિંગ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે હવે અમે અહીથી નહી જઇએ, અહી જ બેઠીશું

હરિયાણા સરકારે સોનીપત, પલવલ અને ઝજ્જર જિલ્લામાં વોઇસ કોલને છોડીને ઇન્ટરનેટ સેવા, તમામ એસએમએસ સેવા અને મોબાઇલ નેટવર્ક પરની તમામ સેવાઓને બંધ કરવાનો સમય વધારી દીધો છે. ઇન્ટરનેટ સેવા 24 કલાક એટલે કે 29 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. 

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે, તેમણે કહ્યુ કે તે સરેન્ડર નહી કરે. અમારા ધરણા ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યુ કે લાલ કિલ્લાની ઘટના માટે જે જવાબદાર છે તેમની કોલ ડિટેલ કાઢવામાં આવે. રાકેશ ટિકૈતે કહ્યુ કે ઉત્તર પ્રદેશ પોલીસ ધરણા પર ધરપકડનો પ્રયાસ કરી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે પણ શાંતિપૂર્ણ રીતે ધરણાને યોગ્ય ઠેરવ્યુ છે

(7:50 pm IST)