Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બેફામ ન્યૂઝ ચેનલો મામલે સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર : કહ્યુ- શું તમે આંખો બંધ કરી રાખી છે, કંઇ કરતા કેમ નથી?

તેનો ઉપયોગ અન્યોને ઉત્તેજીત કરવા માટે થાય છે, ત્યારે સમસ્યા સર્જાય છે. આ પોલીસ કર્મીઓને લાઠીઓ આપી દેવા જેટલું જ મહત્વપૂર્ણ છે. આ કાયદો અને વ્યવસ્થાનો એક ભાગ છે : સીજેઆઇ

બેફામ બનેલી ટીવી ન્યૂઝ ચેનલો મામલે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે શું તમે આંખો બંધ કરી રાખી છે? કંઇ કરતા કેમ નથી? આવા કાર્યક્રમ જે સમુદાયને ઠેસ પહોંચાડે છે. કે તેના પર સીધી અસર કરે છે. પરંતુ સરકાર તેના પરકંઇ કરતી નથી.

તબલિગી જમાતના કાર્યક્રમ પછી સર્જાયેલા કોરોના વિવાદ મામલે ન્યૂઝ ચેનલોના રિપોર્ટિંગ સામે વાંધો ઊઠાવતી અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારને ઘેર્યા. આ અરજી જમીયત ઉલેમા એ હિન્દે કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું કે તમે કેબલ ટીવી નેટવર્ક અને ટેલીવિઝન કાર્યક્રમોને અલગ કેમ રાખ્યા છે?

સુનાવણીમાં કેન્દ્ર સરકારે એફિડેટિટ દાખલ કરી. તેમાં જણાવ્યું કે ટીવી ચેનલોએ પોતાના માટે સેલ્ફ રેગ્યુલેશન (સ્વાયત્ત નિયમન) અપનાવી રાખ્યું છે, જેનાથી સરકારને સીધી રીતે કંઇ લેવા-દેવા નથી. તેની સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી. હતી

 ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડેએ સરકારને કહ્યું કે,બ્રોડકાસ્ટ કાર્યક્રમ લોકોને સીધી રીતે અસર કરે છે. પરંતુ સરકાર કઇ કરતી કેમ નથી? તમે (સરકારે) ઇન્ટરનેટ તો બંધ કરી દીધું, જ્યારે ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા. મોબાઇલ ઇન્ટરનેટ પણ બંધ કરી દીધા હતા.

 સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે તમારે વિષયોની ગંભીરતાને સમજવી પડશે. જે કાયદો વ્યવસ્થા અંગે સવાલ બને તેવા સમાચારોને રોકવા પડશે. તમે આંખો કેમ બંધ કરી રાખી છે, કંઇ કરતા કેમ નથી? આવા કાર્યક્રમો છે જે કોઇ સમુદાયને પરેશાન કરે છે એથવા તેના પર સીધી અસર કરે છે. પરંતુ સરકાર તેની સામે કંઇ કરતી નથી.

ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે 26 જાન્યુઆરીના દિવસે તમે દિલ્હીમાં ખેડૂતોની યાત્રાને કારણે ઇન્ટરનેટ અને મોબાઇલ બંધ કરી દીધા. હું બિનવિવાદી શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. તમે ઇન્ટરનેટ-મોબાઇલ બંધ કરી દીધા. છતાં આવી સમસ્યા તો ક્યારેય પણ ક્યાંય પણ સર્જાઇ શકે છે

 

 સીજેઆઇએ કહ્યું કેમને ખબર નથી કાલે ટીવીમાં શું થયું. નિષ્પક્ષ અને સાચું રિપોર્ટિંગ સામાન્ય રીતે સમસ્યા નથી.પરંતુ જ્યારે તેનો ઉપયોગ અન્યોને ઉત્તેજીત કરવા માટે થાય છે, ત્યારે સમસ્યા સર્જાય છે. આ પોલીસ કર્મીઓને લાઠીઓ આપી દેવા જેટલું જ મહત્વપૂર્ણ છે. આ કાયદો અને વ્યવસ્થાનો એક ભાગ છે

સુપ્રીમ કોર્ટની સવાલોની વર્ષા થતાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે કેબલ ટીવી, ડીટીએચ અને ઓટીટી મામલે ટેક્નિકલ પાસા શું છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરાય છે. તેની સમગ્ર blueprint (રુપરેખા) સરકાર કોર્ટ સમક્ષ રજૂ કરશે. તેના માટે કોર્ટ સમય આપે.

આથી ચીફ જસ્ટિસ એસએ બોબડે કહ્યું કે ફેક ન્યૂઝને કારણે હિંસા થવી જોઇએ નહીં, કોઇનો જીવ જવો જોઇએ નહીં. એ પણ કોઇ અફવાને ન્યૂઝ બનાવવાના કારણે આવી સ્થિત સર્જાવવી જોઇએ નહીં.

અરજદારે કહ્યું કે સરકારની પાસે આવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની સત્તા છે. છતાં ટીવી એટલે ન્યૂઝ ચેનલોના સમાચારો નિયમિત કરવા અને ટેક્નિકલ વ્યવસ્થા અંગે સરકાર તેમજ તમામ પક્ષકારોને કોર્ટમાં જવાબ રજૂ કરવા કોર્ટે સરકારને 3 સપ્તાહનો સમય આપ્યો હતો સુપ્રીમ કોર્ટે ગત વર્ષે તબલિગી જમાત અંગેના મીડિયા રિપોર્ટિંગ સામે પણ સરકારના વલણથી સુપ્રીમ કોર્ટ નારાજ હતી.

(7:38 pm IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • દિલ્હીમાં અનુભવાયા ધરતીકંપના આંચકાઃ રિકટર સ્કેલ ઉપર ર.૮ની તીવ્રતા નોંધાઇ access_time 1:01 pm IST

  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST