Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બોમ્બે હાઇકોર્ટનો વધુ એક ફેંસલો

પોકસોના દાયરામાં નથી આવતું બાળકીનું હાથ પકડવાનું અને પેન્ટની ચેઇન ખોલવાનું

નાગપુર તા. ૨૮ : મુંબઇ હાઇકોર્ટની નાગપુર પીઠ એકવાર ફરી ચર્ચામાં છે. જો કે, કોર્ટે વધુ એક નિર્ણય સંભળાવ્યો છે. જેમાં કોર્ટે કહ્યું કે, નાબાલિક બાળકીનો હાથ પકડવો અને પેન્ટની ચેન ખોલવી એ પોકસો અધિનિયમ હેઠળ યૌન ઉત્પીડન દાયરામાં આવતા નથી. કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, યૌન ઉત્પીડનનો આ કેસ આઇપીસીની ધારા ૩૫૪એ હેઠળ આવશે. ઉલ્લેખનીય છે કે નાગપુર પીઠે ચામડીનો સ્પર્શ ન કરવા પર યૌન ઉત્પીડન નહી ગણવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

કપડા ઉતાર્યા વગર સ્તનનો સ્પર્શ કરવા એ યૌન શોષણ નથી. બોમ્બે હાઇકોર્ટનો આ નિર્ણય છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જેના પર હવે સુપ્રીમ કોર્ટે પણ રોક લગાવી દીધી છે. હવે બોમ્બે હાઇકોર્ટનો જ એક વધુ ચુકાદો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, નાબાલિક યુવતીનો હાથ પકડવો અને પેન્ટની ચેન ખોલવી એ પોકસો એકટ હેઠળ યૌન શોષણની શ્રેણીમાં નથી આવતું. બોમ્બે હાઇકોર્ટે માન્યું છે કે એક નાબાલિક યુવતીનો હાથ પકડવો અને પેન્ટની ચેન ખોલવી પોકસો એકટ ૨૦૧૨ એટલે કે યૌન ગુનાઓથી બાળકોની સુરક્ષા હેઠળ યૌન શોષણના પરિભાષામાં આવશે નહિ.

જોકે કોર્ટે માન્યું કે આઇપીસીની ધારા ૩૫૪-એ(૧)(i) હેઠળ આવું કરવું 'યૌન શોષણ'ના દાયરામાં આવે છે.

(3:08 pm IST)