Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ચૂપચાપ ઘટાડો થઇ ગયો કોઇને ખબર પણ ન પડી

વાહ સરકાર વાહ...! એક સમયે બાટલા દીઠ રૂ.૧૯૧ ની મળતી સબસીડી ચાલાકીથી ઘટાડી રૂ.પ-૦૪ની કરી નાખી

નવી દિલ્હી તા. ર૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દેશના  નાગરીકોને ગેસ સબસીડી છોડવાની અપીલ નહીં કરવી પડે. કારણ કે સરકારી કંપનીઓએ આ કામ ખુબ સરળ કરી દીધું છે. નાગરીકોને મળનારીગેસ સબસીડી આપોઆપ ખતમ થઇ જવાની તૈયારી છે. ગયા વર્ષે એપ્રિલમાં ગેસ સબસીડીના નામે ગ્રાહકોના ખાતામાં રૂ.૧૯૧.૦૪ જમા થતા હતા, પરંતુ હવે આ રકમ ઘટીને માત્ર રૂ.પ.૦૪ થઇ ગઇ છે. હવે ગમે તે સમયે આ પાંચ રૂપિયા પણ જમા ન થાય અને સબસીડી સંપૂર્ણ ખતમ થઇ જાય તે દિવસો દુર નથી આ રૂપિયા જમા થાય તો પણ ના બરાબર જ છે ગેસ સબસીડી ખતમ થતા જેગ્રાહકો ગેસ સીલિન્ડરનો ઉપયોગ કરે છે તેમના પર રૂ.ર૦૦ ની બોજ પડી રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે આટલી મોટી ઘટના છતા આ બાબતે દેકારો મચાવવાની વાત તો દુર કયાંય કોઇ શબ્દ પણ ઉચ્ચારાયો નથી. આ કામ સરકારી કંપનીઓએ એવી સિફતપૂર્વક કર્યું છે.કોઇને ખબર જ પડે નહી.

આ રીતે થયો ખેલઃ

જેવી રીતે પેટ્રોલ-ડીઝલને અંકુશમુકત કરી દેવાય  તે જ યુકિતથી સબસીડી નાબુદ કરવા માટે યુકિત અજમાવાઇ હતી. લોકોના આક્રોષથી બચવા માટે આ કામ ચૂપચાપ કરવામાં આવ્યું. જો કે થોડી બારીકાઇથી જોતા આ સમગ્ર બાબત માલુમ પડી જાય છે. પેટ્રોલીયમ કંપનીઓએ મે ર૦ર૦માં ગેસ સીલીન્ડરના ભાવ અચાનક રૂ.૧૭૦નો ઘટાડો કરી નાખ્યો હતો.મતલબ કે ગેસ સીલીન્ડરનો ભાવ રૂ.૭૭૦.પ૦ થી ઘટાડીને રૂ. ૬૦૦ કરી દેવાયો હતો. અને તે સાથે ગ્રાહકોને મળનારી સિલીન્ડર દીઠ રૂ.૧૯૧ ની સબસીડી પણ નાબુદ કરી દેવાઇ પછી જુનથી સીલીન્ડરના ભાવ વધવાનું શરૂ થયું  સબસીડી મળી, પરંતુ ખાતામાં માત્ર રૂ.૬.૪પ જમા થયા. ગત ર ડિસેમ્બરે ગેસ સિલીન્ડરના ભાવ રૂ.પ૦ વધારી દેવાયા અને ત્યારબાદ ૧પ ડિસેમ્બરે ફરી રૂ.પ૦નો વધારો ઝીંકી દેવાયો સીલીન્ડરનો ભાવ, ફરી રૂ.૧૭૭ થઇ ગયો છે. સબસીડી ઘટીનેમાત્ર રૂ.પ.૦૪ થઇ ગઇ છે.

૯ર પર પહોંચ્યું પેટ્રોલ

સરકાર સંચાલિત ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ બુધવારે ર૭મીએ પેટ્રોલ અને ડીલઝના ભાવમાં ફરી વધારો કરી દીધો હતો. પેટ્રોલના ભાવ લિટર દીઠ રર.રપ પૈસા વધાર્યા છે. જયારે ડીઝલના ભાવ રપ-ર૭ પૈસા વધારવામાં આવ્યા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ.૯ર.૮૬ થઇ ગયો છે. ડીઝલનો ભાવ રૂ.૮૩.૩૦ થઇ ગયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા અઢી મહિનામાં પેટ્રોલમાં લીટર દીઠ રૂ.પ.રપનો વધારો કર્યોછ, જયારે ડીઝલમાં લિટરદીઠ રૂ.૬.રપનો વધારો કર્યો છે.

ગેસ સિલીન્ડરના ભાવમાં ફેરફાર

મહિનો

સિલિન્ડર ભાવ

સબસીડી

એપ્રિલ-ર૦

રૂ.૭૭૦.પ૦

૧૯૧.૦૪

મે-ર૦

રૂ. ૬૦૦.૦૦

૦૦

જુન-ર૦

રૂ.૬૧૮.પ૦

૬.પ૪

જુલાઇ-ર૦

રૂ.૬૧૮.પ૦

૬.૦૪

ઓગસ્ટ-ર૦

રૂ. ૬૧૮.પ૦

૬.૦૪

સપ્ટેમ્બર-ર૦

રૂ.૬૧૭.૦૦

પ.૦૪

ઓકટોબર-ર૦

રૂ. ૬૧૭.૦૦

પ.૦૪

નવેમ્બર-ર૦

રૂ.૬૧૭.૦૦

પ.૦૪

 રડિસેમ્બર-ર૦

રૂ.૬૬૭.૦૦

પ.૦૪

૧પ ડિસેમ્બર-ર૦

રૂ. ૭૧૭.૦૦

પ.૦૪

(1:09 pm IST)