Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પુત્રીના બળાત્કારી અને હત્યારા પિતાની ફાંસીની સજા કાયમ રાખતી કોર્ટ

કોટા : પોકસો કોર્ટ ક્રમ નં.૧ દ્વારા ગઇકાલે મંદબુધ્ધી પુત્રી સાથે દુષ્કર્મ અને હત્યાના સાડા પાંચ વર્ષ જુના મામલામાં પિતાને ફાંસીની સજા કાયમ રખાઇ છે. નિર્ણય આપતા જજે અપરાધની પ્રકૃતી અને અપરાધી ઉપર કડક ટીપ્પણી કરેલ. અગાઉ ર૦ જાન્યુઆરી ર૦ર૦ના રોજ પણ અપરાધી પિતાને ફાંસીની સજા સંભળાવેલ.

પોકસો કોર્ટે આરોપી પિતાને ફાંસી અને ર૦ હજારનો દંડ ફટકારેલ. આરોપીએ હાઇકોર્ટમાં અપીલ કરેલ. હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવેલ કે માતાની અપીલ જરૂરી છે. ત્યારબાદ ૩ ગવાહોના બયાન પણ નોંધાયેલ.  મામલા મુજબ ૧૩ મે ર૦૧પના રોજ પિતાએ નાબાલીક પુત્રી સાથે  બળાત્કાર કરેલ અને ગર્ભ રહેતા ગર્ભપાત કરવાની ના પાડતા પુત્રીની હત્યા કરલ.

કોર્ટે જણાવેલ કે આરોપીનો ગુનો સાબીત થતાં ફાંસી અને ર૦ હજારના દંડની સજા આપવામાં આવેલ.

(1:07 pm IST)