Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભાજપનાં સાંસદ કમલેશ પાસવાનને કોર્ટે એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારી

2004માં નકહા જંગલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકીને ટ્રેન અવરોધિત કરવા બદલ કોર્ટે દોષી ઠેરવ્યા

નવી દિલ્હી : ભાજપનાં સાંસદ કમલેશ પાસવાનને એડિશનલ સેશન્સ જજ નમ્રતા અગ્રવાલ દ્વારા એક વર્ષની કેદ અને બે હજાર દંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપી સાંસદ કમલેશ પાસવાનને 18 ડિસેમ્બર 2004 નાં રોજ નકહા જંગલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકીને ટ્રેન અવરોધિત કરવા બદલ દોષી ઠેરવ્યા હતા.

એડિશનલ સેશન્સ જજ નમ્રતા અગ્રવાલે ભાજપનાં સાંસદ કમલેશ પાસવાન અને પૂર્વ કાઉન્સિલર રાજેશ કુમારને એક વર્ષની સજા અને દરેકને રૂ. 2,000 નો દંડ ફટકાર્યો છે. બંને આરોપીઓએ 18 ડિસેમ્બર, 2004 નાં રોજ નકહા જંગલ રેલ્વે સ્ટેશન ટ્રેન અવરોધિત કરી ચક્કાજામ કર્યુ હતુ. કોર્ટે કહ્યું કે, જો તેઓ દંડ ચૂકવે નહીં તો તેમને અલગથી સાત-સાત દિવસ કેદની સજા ભોગવવી પડશે. ચુકાદા સામે અપીલ દાખલ કરવા માટે કોર્ટે બંને આરોપીઓને અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે.

ટ્રેન સંખ્યા 222નાં ચાલક અને ગાર્ડે 18 ડિસેમ્બર 2004 નાં ગુલરિયા વિસ્તારનાં ઝુગિયા બજારમાં રહેતા તત્કાલીન સપા સાંસ કમલેશ પાસવાન અને ગોરખનાથ વિસ્તારનાં શાસ્ત્રી નગરનાં રહેવાસી પૂર્વ કાઉન્સિલર રાજેશ કુમાર અને તેમના 50-6૦ સમર્થકો સામે નકહા જંગલ સ્ટેશનની પાસે રેલ ટ્રેક જામ કરી ટ્રેનને રોકવાનાં આરોપમાં રેલ્વે અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાયો હતો. તે સમયે મણિરામ વિધાનસભા બેઠક પરથી કમલેશ પાસવાન સપાનાં ધારાસભ્ય હતા.

(1:04 pm IST)