Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લાલ કિલ્લામાં જીવ બચાવવા એએસઆઇ સહિતના પોલીસકર્મીઓ ર કલાક બાથરૂમમાં છુપાઇ રહેલ

નવી દિલ્હી : ગણતંત્ર દિવસના  દિવસે ખેડુતોની ટ્રેકટર રેલીના નામ ઉપર હિંસા થયેલ. લાલ કિલ્લામાં તોફાનીઓના હંગામાની તસ્વીરો સામે આવી રહી છે. દરમિયાન લાલ કિલ્લા પરિસરમાં ફરજ .પર રહેલ એએસઆઇ ર કલાક બાથરૂમમાં છુપાઇને પોતાનો જીવ બચાવ્યાની ઘટના પણ સામે આવી છે.

એએસઆઇ રમેશે જણાવેલ કે ખેડુતોની માર્ચ લાલ કિલ્લા તરફ આગળ વધી રહેલ. તેઓ અન્ય સુરક્ષા કર્મીઓ સાથે વ્યવસ્થા જોઇ રહયા હતા. ત્યાં ખેડુતોએ લાલ કિલ્લા ઉપર હલ્લા બોલ કરેલ. રમેશ પણ પોલીસકર્મીઓ સાથે ભીડને રોકવા ગયેલ. પણ ભીડે વળતો હુમલો કરતા રમેશ સાથીઓ સાથે જીવ બચાવવા બાથરૂમમાં ઘુસી ગયેલ. લગભગ બે કલાક સુધી પોલીસ કર્મીઓએ બહાર નીકળવાની રાહ જોઇ હતી. જયારે પોલીસે આખા પરિસરને પોતાના કબજામાં લીધુ ત્યારે તેઓ બહાર નીકળી શકેલ.

જયારે લાલ કિલ્લામાં ઝાંખીઓની રખરખાવ માટે તૈનાત કોન્સ્ટેબલ ચાનસિંહે પરિસરમાં ભીડને સમજાવી પરત મોકલતી વખતે માથામાં લાકડી પણ લાગી હતી. તેમ છતાં રાષ્ટ્રીય પર્વનો હવાલો આપતા જ રહેલ અને ભીડ બીજી તરફ વળી ગઇ હતી.

(1:03 pm IST)