Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

હિંસા બાદ પોલીસની મોટી કાર્યવાહી: સિંધુ બોર્ડર પર લંગરની ગાડીઓ લઇ જવા મનાઈ

ધરણા સ્થળ સુધી મીડિયા અને પોલીસની ગાડીઓ સિવાય અન્ય કોઈ ગાડી જઈ શકશે નહીં

દિલ્હી પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સતત આકરી કાર્યવાહી થઈ રહી છે. હિંસા બાદ પોલીસે દિલ્હીની સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે.

દિલ્હી પોલીસે સુરક્ષા ધ્યાનમાં લેતા સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન ) સ્થળ પર ગાડીઓ લઈ જવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ પોલીસે લંગરની ગાડીઓ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. હવે ધરણા સ્થળ સુધી મીડિયા અને પોલીસની ગાડીઓ સિવાય અન્ય કોઈ ગાડી જઈ શકશે નહીં.

આ સાથે જ દિલ્હી પોલીસ વિભિન્ન ખેડૂત સંગઠનોના નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. દિલ્હીમાં થયેલી હિંસા અંગે નોંધાયેલી FIR માં જે નેતાઓના નામ છે તેમને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવશે.

(12:36 pm IST)