Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લોકોમાં વિવિધ પ્રકારની અટકળો

પાકિસ્તાનમાં દેખાઇ ખૂબ જ ચમકતી ઉડતી રકાબી

કરાંચી તા. ૨૮ : એક પાકિસ્તાની પાઇલટે દાવો કર્યો છે કે, તેણે ઘરેલુ ફલાઇટ દરમિયાન કોઈ અજાણ્યો ઉડતું ઓબ્જેકટ (UFO) અથવા આકાશમાં ઉડતી રકાબી જોઇ છે. જીઓ ન્યૂઝે બુધવારે પાઇલટના દાવા અંગે અહેવાલ આપ્યો છે. આ સાથે, અટકળો શરૂ થઈ ગઈ છે કે તે ચળકતો પદાર્થ બરાબર શું હતું? સ્પેસ સ્ટેશન, સેટેલાઇટ કે કંઈક બીજુ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) ના પાઇલટે UFOને રહીમ યાર ખાને નજીકથી તે સમયે શોધી કાઢી જયારે તે લાહોરથી કરાચીની વચ્ચે રેગ્યુલેટરી ફલાઇટ (એરબસ એ -૩૨૦) ઉડાવી રહ્યો હતો. પાઇલટે યુએફઓનો વીડિયો પણ બનાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પાયલોટે કહ્યું હતું કે સૂર્યપ્રકાશ હોવા છતાં યુએફઓ ખૂબ જ ચળકતી હતી. એવું પણ કહ્યું કે દિવસ દરમિયાન આવી ચમકતી વસ્તુ જોવાનું બહુ જ દુર્લભ છે. પાયલોટે જણાવ્યું છે કે તેણે આકાશમાં જે જોયું તે કોઈ ગ્રહ નથી, તે કોઈ સ્પેસ સ્ટેશન અથવા પૃથ્વીની નજીકનો કૃત્રિમ ગ્રહ હોઈ શકે છે. પાયલોટ રહીમ યાર ખાન સિવાય અનેક રહેવાસીઓએ પણ યુએફઓ જોઇ અને તેને કેમેરામાં કેદ કરી લીધી છે.

પીઆઈએના પ્રવકતાએ જણાવ્યું હતું કે ૨૩ જાન્યુઆરીએ પાઇલટે કરાચી વચ્ચે લાહોર જતી ફલાઇટ દરમિયાન યુએફઓને શોધી કાઢી હતી. તે સાંજે ૪ વાગ્યાની આસપાસ રહીમ યાર ખાન સામે સ્પોટ થઇ હતી. અલબત્ત તે કહી શકાતું નથી કે તે યુએફઓ અથવા કંઈક બીજુ હતું. પ્રવકતાએ એમ પણ કહ્યું હતું કે કેપ્ટન તરત જ આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

તેમણે કહ્યું, 'આ વસ્તુ શું હતી તે કહેવું બહુ વહેલું થશે.' ખરેખર આપણે તે કહી શકતા નથી કે તે વસ્તુ શું હતી. જો કે, કંઈક બતાવવામાં આવ્યું છે અને પ્રોટોકોલ હેઠળ માહિતી આપવામાં આવી છે. 'બીજી બાજુ, યુએફઓ વિશે સોશિયલ મીડિયામાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.'

(10:00 am IST)