Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ખેડૂતોએ જ અસામાજિક તત્વોને આગળ કર્યા :પન્નુએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા: દિલ્હી પોલીસ કમિશનર

હિંસામાં 394 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા. :અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ : 50 લોકોની અટકાયત

નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર દિલ્હી પોલીસના કમિશનર એસએન શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતોએ અસામાજિક તત્વોને આગળ કર્યા. ખેડૂત નેતા પણ હિંસામાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે હિંસામાં 394 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા. જ્યારે અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.

દિલ્હીમાં થયેલી હિંસા પર પોલીસ કમિશન એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે અમને 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલીની જાણકારી મળી હતી. જાણકારી મળતા જ અમે ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી. 26 જાન્યુઆરીના રોજ અમે પરેડ ના કાઢવાની સલાહ આપી, પરંતુ તેઓ દિલ્હીમાં રેલી કાઢવા પર અડિગ રહ્યાપોલીસ કમિશનર શ્રીવાસ્તવે જણાવ્યું કે 25 જાન્યુઆરીના રોજ અમને લાગ્યું કે ખેડૂતો ઉપદ્રવીઓને આગળ વધારી રહ્યા છે. ખેડૂત નેતા સતનામ સિંહ પન્નુએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા, જ્યારે દર્શનપાલ સિંહે નક્કી થયેલા રસ્તાઓને અનુસર્યો નહીં. તેમણે ખેડૂતોને ઉશ્કેર્યા હતા

હિંસા અંગે વિસ્તારમાં જણાવતા સીપીએ કહ્યું કે અમે ખેડૂત નેતાઓને KMPનો વિકલ્પ આપ્યો. તેમની સુરક્ષા, મેડિકલ, શાકભાજીની સુવિધા આપવાનો અમે વાયદો કર્યો હતો. સૌથી પહેલા તેમને કહેવામાં આવ્યું કે 26 જાન્યુઆરીની જગ્યા બીજી કોઇ તારીખ રાખી લો, પરંતુ તેમણે ના પાડી દીધી. ખેડૂત નેતાઓએ દિલ્હીમાં જ ટ્રેક્ટર માર્ચ કાઢવા પર અડિગ રહ્યા. અંતે બેઠકમાં અમે તેમને 3 રૂટ આપ્યા હતા

પોલીસ કમિશનર શ્રીવાસ્તવે જણાવ્યું કે ખેડૂત નેતા ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા અને એ એ લોકો જ હતા જે પૂર્વ નિર્ધારિત માર્ગ પર જવાની ના પાડી રહ્યા હતા. અમારી પાસે એવા વીડિયો છે જે દર્શાવે છે કે કેવી રીતે નેતા ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગાજીપુરથી રાકેશ ટિકૈતની ટીમે બેરિકોડ તોડી આગળ વધવાનું ચાલુ કર્યું. પોલીસ સામે અનેક વિકલ્પ હતા, પરંતુ અમે સંયમ રાખ્યો. ખેડૂત નેતા પણ હિંસામાં સામેલ હતા

હિંસામાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે હિંસામાં 394 પોલીસકર્મીઓને ઇજા થઇ અને તેમાંથી કેટલાક અત્યારે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી કેટલાક આઈસીયૂ વોર્ડમાં દાખલ છે.

હિંસા માટે ખેડૂતો દોષિ થવાની સ્થિતિમાં દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું કે કોઇ ખેડૂત નેતા જો દોષિત સાબિત થાય છે, તો તેને છોડવામાં નહીં આવે. પોલીસે અત્યાર સુધી 25 ગુનાહિત કેસ દાખલ કર્યા છે. અમારી હિંસા સંબંધિત વીડિયો છે. અમે ચહેરાની ઓળખ કરનાર સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે અને આરોપીની ઓળખ કરવા માટે સીસીટીવી અને વીડિયો ફૂટેઝની પણ મદદ લઇ રહ્યા છે. ખેડૂત નેતાઓએ દિલ્હી પોલીસ સાથે વિશ્વાસઘાત કર્યોં

પોલીસ કમિશનરે જણાવ્યું કે હિંસામાં પોલીસના 30 વાહનોને નુકશાન પહોંચ્યુ. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસનો ઉપયોગ કર્યો. હિંસામાં સામેલ કોઇ પણ આરોપીને છોડવામાં નહીં આવે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પર દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે આ કેસમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 50 લોકોની અટકાયત કરાઇ છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(12:00 am IST)