Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દિલ્લી વિધાનસભાની ચૂંટણીઃ 'આપ' ના ધારાસભ્ય મનોજકુમારએ પકડયું ભાજપનું શરણ

       આમ આદમી પાર્ટીના કોનડલીથી ધારાસભ્ય મનોજકુમારએ મંગળવારના ભારતીય જનતા પાર્ટીનું શરણ સ્વીકાર્યુ રક્ષામંત્રી રાજનાથસિંહએ અહીં એક જનસભામા આપના ધારાસભ્ય મનોજકુમારને પાર્ટીનો ખેસ પહેરાવી એમને પાર્ટીમાં ઔપચારિક રીતથી સામેલ કર્યા છે.

        મનોજકુમારએ આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા ટિકીટ ન આપવાને લઇ  ઘણા દિવસથી નારાજ હતા. આપ પાર્ટીએ કોડલીથી  મનોજને આ વખતે ટિકીટ ન આપી. કુલદીપકુમારને મેદાનમાં ઉતારેલ છે. મનોજકુમારએ આ પછી અપક્ષ નામાંકન ભર્યુ હતુ. આનાથી આમ આદમીના પોતાના ઉમેદવારને હારનો ડર સતાવી  રહ્યો હતો. પાર્ટી ઘણા સમયથી એમને મનાવવામાં લાગી હતી પણ એમણે પાર્ટીને  ઝટકો આપતા ભાજપનુ શરણ સ્વીકાર્યુ.

(11:49 pm IST)