Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

શાહીનબાગમાં પ્રદર્શનઃ પિસ્તોલ લઇને પહોંચ્યો શખ્સઃ પ્રદર્શનકારીઓએ પકડયો, ભગાડી મુકયો

         દિલ્લીના શાહીન બાગમાં ૪૦ દિવસથી પ્રદર્શન જારી છે, શાહીનબાગને જોતા દેશના ઘણા ભાગમાં નાગરિકતા સંશોધન કાનૂન વિરૂદ્ધ પ્રદર્શન થઇ રહ્યા છે. કોંગ્રેસ સહિત બધા વિપક્ષી દળ સીેએએને લઇ હંગામો કરી રહ્યા છે. શાહીનબાગમાં જારી પ્રદર્શનનો એક વિડીયો  સામે આવ્યો છે જેમાં એક આદમી પિસ્તોલ લઇ પહોંચ્યો જો કે પ્રદર્શનકારીઓએ તેને પકડી લીધો અને તેની પિસ્તોલ છીનવી લીધી.

         લોકોએ એની સાથે મારપીટ પણ કરી હતી પોલીસ સુત્રોનું કહેવું છે કે  આ સંબંધમા એમને કોઇ જાણકારી આપવામા આવી નથી. જાણવા મળ્યુ કે પિસ્તોલ લાયસન્સવાળી હોઇ શકે સમાચાર એજન્સી એએનઆઇના મુતાબિક પ્રદર્શનકારીઓએ શાહીન બાગમાં ચેકીંગ દરમ્યાન પિસ્તોલ લઇ ઘૂસવાની કોશિષ કરી રહેલ શખ્સને પકડેલ અને ભગાડી મુકયો.

         કોંગ્રેસએ નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ દિલ્લીના શાહીનબાગ પ્રદર્શનને સ્વચ્છ આંદોલન કરાવતા કહ્યું કે આ પ્રદર્શન બારામાં બુરા-ભલા કહેવાવાળા તે લોકો છે જે રાષ્ટ્રપિતાને  અપમાનિત કરે છે.

(11:22 pm IST)