Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાષ્ટ્રદ્રોહના આરોપી ગછણના શરજીલ ઇમામની ધરપકડઃ દેશ વિરોધી ભડકાઉ ભાષણ આપ્યું હતુ

         દેશવિરોધી અને ભડકાઉ ભાષણ આપવાવાળા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામની બિહારના જહાનાબાદથી દિલ્લી અને  બિહાર પોલીસે ધરપકડ કરી હતી. આ પહેલા રાતના પ્રદેશની  પોલીસ શોધી રહી હતી શરજીલ ઇમામનો  ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયો હતો.

         ચાર દિવસ પહેલા શરજીલ ઇમામનો એક વિડીયો વાયર થયો હતો. આ વિડીયોમાં શરજીલ ઇમામએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મંચથી પૂર્વોતર રાજય આસામને દેશથી અલગ કરવાની વાત કરી હતી. એમણે કહ્યું કે મુસ્લિમ પોતાની તાકાત દેખાડી ઓછામાં ઓછા એક મહિના સુધી આસામથી ભારતનો સંપર્ક તોડી નાખવો જોઇએ.

         આના માટે રેલ્વે ટ્રેક પર એટલો કચરો નાખવો જોઇએ એને કાઢતા કાઢતા એક મહિનો લાગે પણ આ વિડીયોની સત્યતાને લઇ આ ખબર આપવાવાળી ન્યૂઝ ચેનલ પણ શંકાના દાયરામા છે. શરજીલ ઇમામ પર ભડકાઉ ભાષણ આપવાના મામલામા દેશદ્રોહનો કેસ દાખલ કરવામા આવ્યો છે.

 

(11:20 pm IST)