Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હિંદુ યુવતીના અપહરણના મામલામાં દૂતાવાસના પાકિસ્તાની અધિકારીને તેડૂ

         સરકારે પાકિસ્તાનમાં એક હિંદુ યુવતીને લગ્નમંડપમાંથી અપહરણ કરી જવાના મામલામાં કડક આપતિ વ્યકત અહીં પાકિસ્તાની દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને સમન્સ આપ્યું. સૂત્રોએ જણાવ્યું કે સરકારએ પાકિસ્તાનના કરાંચી પ્રાંતથી લગભગ ર૧પ કિ.મી. દુર ભટિયારી જિલ્લામાં રપ જાન્યુઆરીના રોજ એક  હિંદુ યુવતીને લગ્ન મંડપમાંથી  અપહરણ કરી જવાનો મામલામા કડી આપતિ વ્યકત કરતા પાકિસ્તાની દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને સમન્સ આપ્યું એમણે બતાવ્યું કે થારપરકર સિંધી પ્રાંતમા ર૬ જાન્યુ. ના માતા રાની ભતિયાની મંદિરમા તોડફોડને લઇને પણ આપતી બતાવી છે.

         સરકારએ પાકિસ્તાન સરકારને મામલાની તપાસ કરવા અને  અલ્પસંખ્યક હિંદુ સમુદાય સહિતઙ્ગ પોતાના બધા નાગરિકોની સુરક્ષા તથા કલ્યાણ માટે તત્કાલી કાર્યવાહી કરવા કહ્યું છે. પાકિસ્તાન સરકારને આ રીતના નીચ અને જધન્ય કૃત્યના દોષિઓને જલ્દીથી જલ્દી સજા આપવા માટે તાત્કાલીક પગલા ભરવા પણ કહેવામાં આવ્યું છે.

(11:02 pm IST)