Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સીએએ પર ભાજપામાં વિરોધઃ ધારાસભ્યએ કહ્યું દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિઃ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણને ફાડીને ફેંકી દેવું જોઇએ

           મધ્યપ્રદેશની મેહર વિધાનસભા ક્ષેત્રના ભાજપા ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ સંશોધિત નાગરિકતા કાનુનનો વિરોધ કરતા કહ્યું કે સીએએ થી દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિઓ બની રહી છે જે દેશ માટે ઘાતક છે એમણે પોતાની પાર્ટી પર સીએએ લાગૂ કરી  દેશને ધર્મના આધાર પર બાંટવાનો આરોપ લગાવ્યો છે. એમણે  ભાજપાને ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણને ફાડીને ફેંકી દેવું જોઇએ અને એક અલગથી બંધારણ બનાવી તેના દ્વારા દેશને ચલાવવો જોઇએ.

            ત્રિપાઠીએ અહીં સંવાદદાતાઓને બતાવ્યું જયારે મે મહેસુસ કર્યુ તો મે સીએએનો વિરોધ કર્યો. ( મારા વિધાનસભા ક્ષેત્ર) મેહરની નહિ દરેક જગ્યાની સ્થિતિ છે આજે આપણા હિન્દુસ્તાનના દરેક ગલી-મહોલ્લામાં ગૃહયુ્દ્ધ જેવી સ્થિતિઓ છે. દેશ માટે ઘાતક છે. જયારે એમને સવાલ કરવામાં આવ્યો કે તમે ભાજપ છોડી કોંગ્રેસમાં જશો તો આના પર એમણે કહ્યું મારૂ કોંગ્રેસમાં જવાનુ મન નથી અને  ભાજપથી અલગ થવાનુ મારો વ્યકિતગત વિચાર છે.

            જે મેં અનુવભા કર્યો મહેસુસ કર્યુ અને જોયું છે એના આધાર પર વાત કરી રહ્યો છું એમણે કહ્યું સીએએ થી કોઇ ફાયદો નથી સીએએ આવ્યા પછી સ્થિતિ એવી બગડી ગઇ છે કે પડોશી ગામના જે મુસલમાન પહેલા એમને ગામ જવા પર ઉભા થઇ પંડિતજી પાય લાગુ કરતા હતા હવે મહિના બે મહિનાથી અમને જોતા પણ નથી.

(10:18 pm IST)