Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

આંધ્રપ્રદેશમાં ત્રણ રાજધાની બનાવવાના નિર્ણયના વિરુદ્ધમાં રાજ્યવ્યાપી પ્રદર્શન

રાયપુડીમાં લોકો કાળા ઝંડા બતાવી નદીના પાણીના વચ્ચે ઉભા રહીને કેટલાય દિવસથી વિરોધ કર્યો

આંધ્ર પ્રદેશ સરકારના વિકેન્દ્રીકરણ નીતિ એટલે કે, રાજ્યની ત્રણ રાજધાની બનાવવાના નિર્ણયની વિરુદ્ધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે રાયપુડીમાં પણ લોકો સરકારના આ નિર્ણયની વિરુદ્ધમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. અહીં લોકો કાળા ઝંડા બતાવી નદીના પાણીના વચ્ચે જઈ કેટલાય દિવસથી વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકો નદીના પાણીમાં જઈ પોસ્ટર અને બેનર સાથે પહોંચી ગયા છે.

 દરમિયાન અહીં પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી નારાઓ પણ લગાવ્યા હતા કૃષ્ણા નદીમાં વિરોધ કરવા માટે ઉતરેલા લોકોમાં મહિલા, પુરુષ અને યુવાનો તમામ વર્ગના લોકો સામેલ થયા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની, અમરાવતીને સંસદીય રાજધાની અને કૂર્નૂલને ન્યાયિક રાજધાની બનાવવાનો પ્રસ્તાવ સરકારે પાસ કર્યો છે. હાલમાં તો સરકારના આ નિર્ણયના વિરોધમાં સદનની અંદર અને બહાર બંને જગ્યાએ પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે.

(8:58 pm IST)