Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

FIA ટેમ્પા દ્વારા ભારતના ૭૧માં પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણીઃ કલા અને નિબંધ રંગોળી રસોઇકલા ફેન્સી ડ્રેસ સહીત વિવિધ હરીફાઇઓઃ કલચરલ કાર્યક્રમોઃ ભવ્ય પરેડઃ ખાણી-પીણીના સ્ટોલ વેન્ડર બૂથઃ સભ્ય સંસ્થાઓ દ્વારા પ્રદર્શનોઃ રકતદાન શિબિરઃ અતિથિ વિશેષ ટેમ્પા સિટી કાઉન્સિલ લૂઇસ વીએરાની ઉપસ્થિતિ

ભાવિક મોદી દ્વારા ટેમ્પા, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોશિએશન ઓફ ટેમ્પા બે (FIA) દ્વારા જાન્યુઆરી માસની ૨૬ તારીખે રવિવારના રોજ ઇન્ડિયન કલચરલ સેન્ટર ટેમ્પા ખાતે ભારતના ૭૧માં પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.

પ્રજાસતાક દિનની ઉજવણીને અનુલક્ષીને કલા અને નિબંધ રંગોળી રસોઇકલા ફેન્સી ડ્રેસ સહીત વિવિધ હરીફાઇઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધો હતો. વિવિધ હરીફાઇઓમાં વિજેતા જાહેર થયેલાઓને FIA દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તકે FIA ટેમ્પા દ્વારા ૨૦૧૯ના હાઇસ્કૂલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવી હતી.

બપોરના એક વાગ્યા આસપાસ હિંદુ ટેમ્પલ ટેમ્પાથી ઢોલ નગારા સાથે અને વિવિધ સંસ્થાઓના બેનર દર્શાવતી ભવ્ય પરેડ નીકળી હતી. વાતાવરણ ઠંડુ હોવા છતાં ટેમ્પા તથા આસપાસના પરા વિસ્તારમાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં પરેડમાં જોડાયા હતા. પરેડ ઇન્ડિયન કલચરલ સેન્ટર ખાતે પહોંચતા કાર્યક્રમના સંયોજક જીગીષાબેન દેસાઇએ અતિથિ વિશેષ અને FIA ટેમ્પાના પ્રમુખ સાથે બાકી સભ્યોનો પરિચય આપ્યો હતો. અતિથિ વિશેષ ટેમ્પા સિટી કાઉન્સિલ લુઇસ વીએરા દ્વારા અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે બાદ અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ FIA ટેમ્પાના વર્તમાન પ્રમુખ ભાનુપ્રકાશ અને FIA ટેમ્પા ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્યામ મોહપાત્રા દ્વારા સંયુકત રીતે ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે બાદ ભારતના રાષ્ટ્રગીત 'જણ ગણ મન'નું ગાન કરવામાં આવ્યું હતું.

વાગ્યે કલ્ચરલ કાર્યક્રમો શરૃ થયા હતા. બાળકોએ રંગબેરંગી વસ્ત્રોમાં ભારતના વિવિધ રાજ્યોની કળા અને સંસ્કૃતિને ઉજાગર કરતા યાદગાર પર્ફોર્મન્સ આપ્યા હતા. સિનીયર ગ્રુપના સભ્યોએ દેશભકિત પ્રેરિત 'છોડો કલ કી બાતે' સુંદર રીતે રજૂ કર્યુ હતું. લોટસ હોલ ખાતે ખાણી-પીણીના સ્ટોલ અને વિવિધ વેન્ડર બુથ રાખવામાં આવ્યા હતા જ્યાં સૌએ ખાણીપીણીની મજા માણી હતી. વાગ્યા આસપાસ તમામ પર્ફોર્મન્સ પુરા થવાની સાથે એક યાદગાર કાર્યક્રમનો અંત આવ્યો હતો.

તકે FIA ટેમ્પા અને oneblood સંસ્થાના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઉદારતાથી ભારતીયો રકતદાન કરવા આગળ આવ્યા હતા. રકતદાન કરનાર તમામને oneblood સંસ્થા દ્વારા રકતદાન બાદ ફ્રી ટી-શર્ટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના આયોજન, વ્યવસ્થા અને સફળતાને અનુલક્ષીને  FIA ટેમ્પાના હવે પછીના ચૂંટાયેલા પ્રમુખ અને આજના કાર્યક્રમના સંયોજક જીગીષાબેન દેસાઈ સાથે સહસંયોજક જય ચંદ્રન અને તેમની ટીમે પાછલા દિવસોમાં અથાગ પરિશ્રમ આદર્યો હતો.

(8:54 pm IST)