Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બે દિવસમાં બેંક કામોને પૂર્ણ કરો : હડતાળ પડશે

શુક્ર અને શનિવારે બેંક હડતાળ

નવી દિલ્હી, તા.૨૮ : બેંકિંગના જરૂરી કામોને આગામી બે દિવસમાં પૂર્ણ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ગુરુવાર સુધી બેંક કામોને પૂર્ણ કરવા નિષ્ણાત લોકોએ સલાહ આપી છે. કારણ કે શુક્રવાર અને શનિવારના દિવસે બેંકોની હડતાળ છે. એટલે કે, બેંકની કામગીરી ખોરવાયેલી રહેશે. ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના દિવસે બેંકોની હડતાળની તારીખ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, ૩૧મી જાન્યુઆરીના દિવસે આર્થિક સર્વે અને પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે પ્રથમ શનિવાર છે. એ દિવસે બેંકો બંધ રહેશે.

            ફેબ્રુઆરી મહિનામાં બેંકોની કામગીરીના દિવસો વધુ ઘટી જશે. ત્રણ દિવસ સુધી બેંકોની કામગીરી ઠપ રહે છે તો જાન્યુઆરી મહિનામાં પગારમાં વિલંબ થઇ શકે છે. એટીએમમાં રોકડ રકમની તકલીફ થઇ શકે છે જેથી પોતાની પાસે રોકડ વ્યવસ્થા રાખવા માટેની જરૂર દેખાઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૦માં બેંકો દ્વારા બીજી વખત હડતાળ પાડવામાં આવી રહી છે. આ પહેલા ૮મી જાન્યુઆરીના દિવસો ભારત બંધ વેળા પણ છ બેંકકર્મચારી યુનિયન દ્વારા હડતાળ પાડવામાં આવી હતી જેના લીધે મોટા ભાગની બેંકો બંધ રહી હતી.

(7:40 pm IST)