Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એનપીઆરની નવી ફોર્મેટ મંજુર નથી : બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર

એનપીઆરના મુદ્દે નિવેદન કર્યું

પટણા, તા.૨૮ : બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે કહ્યું હતું કે, એનઆરસીને લઇને તેમનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. બીજી બાજુ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર (એનપીઆર)ને લઇને કહ્યું હતું કે, આના માટે જે પહેલાથી માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેમને જ આગળ વધારવાની જરૂર છે. નીતિશકુમારે કહ્યું હતું કે, નવી જોગવાઈ ઉમેરવાથી લોકોમાં ભ્રમની સ્થિતિ સર્જાઈ રહી છે. જેડીયુના પીએચડી સ્કોલર શરજીલ ઇમામના મુદ્દા ઉપર નિતીશકુમારે કહ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોશે. એનઆરસીના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે, એનઆરસીનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

         વડાપ્રધાન મોદી પોતે પણ કહી ચુક્યા છે કે, આના પર કોઇ વાત થઇ નથી. જ્યાં સુધી એનપીઆરની વાત છે તો તે કોઇ નવી વાત નથી. ૨૦૧૧થી આ બાબત ચાલી રહી છે. એનપીઆરમાં જે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે તેનાથી ભ્રમની સ્થિતિ થઇ રહી છે. સરકાર જુની ફોર્મેટને યથાવત રાખે તે જરૂરી છે. નીતિશકુમારે કહ્યું હતું કે, એનપીઆરમાં અનેક નવી ચીજો છે જેમાં માતા-પિતાના જન્મની વાત પણ થઇ રહી છે. એનપીઆર માટે આધાર પહેલાથી જ અમલી છે જેને જારી રાખવાની જરૂર છે. શરજીલ મુદ્દે નીતિશે કહ્યું હતું કે, દેશવિરોધી ગતિવિધિને ચલાવાશે નહીં. બિહાર પોલીસ તપાસમાં સહકાર કરશે.

(7:38 pm IST)