Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

લાખો ભારતીયોએ લગ્નેત્તર સંબંધો માટે ઉપયોગ કર્યો ડેટિંગ એપનો

રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, તા.૨૮: આઠ લાખ ભારતીય મહિલાઓ અને પુરૂષોએ એકસ્ટ્રા મેરિટલ સંબંધો માટે ડેટિંગ એપ પર અકાઉન્ટ બનાવ્યાં છે. સોમવારે બહાર પાડવામાં આવેલ આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ લોકોમાં સૌથી વધારે ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતા લોકો છે.

એપ પર સૌથી વધારે ટ્રાફિક જાન્યુઆરીમાં આવ્યો, જયારે બાળકોનું શિયાળું વેકેશન પૂરું થયું અને લોકો કામ પર પાછાં ફર્યાં. નવેમ્બર ૨૦૧૯ માં સૌથી વધારે બેંગલુરૂ, મુંબઈ, કોલકાતા, પુણે, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, અમદાવાદ, ગુડગાંવ, જયપુર, ચંડીગઢ, લખનૌ, કોચ્ચિસ વિશાખાપટ્ટનમ, નાગપુર, સૂરત, ઈંદોરથી ટ્રાફિક રેકોર્ડ થયો.

ફ્રાન્સની આ એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ પર ૫૬૭ ટકા વધારો જોવા મળ્યો, જેના પરથી લાગી રહ્યું છેકે, લોકો લગ્નેત્ત્।ર સંબંધો બાંધવામાં સંકોચ અનુભવી નથી રહ્યાં. એપનું કહેવું છે કે, ન્યૂ યર સેલિબ્રેશનના કારણે યૂઝર્સ વધ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૦ ના પહેલા અઠવાડિયામાં ડિસેમ્બરની સરખામણીમાં ૩૦૦ ટકા સબ્સક્રિપ્શન વધ્યાં. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આખા મહિનાના ૨૫૦ ટકા સબ્સક્રાઇબર આવ્યા. આ પેટર્ન ૨૦૧૯ માં પણ જોવા મળી હતી.

(4:57 pm IST)