Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સીએએ અને એનઆરસી મારા ઘરના ભાગલા પાડે છે : પૂજા ભટ્ટે કર્યો સીએએનો વિરોધ

નવી દિલ્હી, તા. ૨૮ : એનઆરસી અને સીએએ વિરૂદ્ધ દેશભરમાં ઘણી જગ્યાએ પ્રદર્શનો થઈ રહ્યા છે. જે રીતે દિલ્હીના શાહીનબાગમાં સીએએ બાબતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે એ રીતે મુંબઇમાં પણ મહિલાઓ આગળ આવી છે. સીએએ બાબતે આખા દેશમાં બબાલ ચાલે છે ત્યારે આ મામલે બોલીવૂડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. બોલીવૂડ સેલીબ્રીટીઓ પણ ખુલીને પોતાની વાત કહેતા દેખાઈ રહ્યા છે. મુંબઇમાં થયેલ એક કાર્યક્રમમાં એકટ્રેસ પૂજા ભટ્ટે પણ સીએએ અને એનઆરસી બાબતે પોતાની વાત કરી છે.

પૂજા ભટ્ટે કહ્યું હું એનઆરસી અને સીએએનો વિરોધ કરૂ છું કેમ કે તેનાથી ઘરમાં ભાગલા પડે છે. તેમણે કહ્યું કે નેતાઓને વિનંતી કરે છે કે દેશભરમાં ઉઠી રહેલા અવાજોને સાંભળો. આ દરમિયાન તેમણે શાહીનબાગ અને લખનૌમાં થઈ રહેલા પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું ભારતની મહિલાઓ, શાહીનબાગ અને લખનૌની મહિલાઓ, આપણે જયાં સુધી આપણો અવાજ ન સાંભળવામાં આવે ત્યાં સુધી નહીં રોકાઇએ. આ મૌન સરકારને પણ નહિં બચાવે. હંુ લોકોને વિનંતી કરૂ છું કે આ અંગે વધુને વધુ બોલે. પૂજા ભટ્ટ ઉપરાંત ફરહાન અખ્તર, મનોજ વાજપેયી, અનુરાગ કશ્યપ, હુમા કુરેશી, ઋચા ચઢ્ઢા, અલી ફઝલ, શબાના આઝમી, કબીર ખાન, સ્વરા ભાસ્કર, સુશાંતસિંહ અને સિદ્ધાર્થે આ કાયદાનો વિરોધ કર્યો છે. આમાંથી ઘણી હસ્તીઓ સરકાર વિરોધી પ્રદર્શનોમાં પણ ભાગ લઈ ચૂકી છે.

(3:25 pm IST)