Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સસ્તા ચાઇનીઝ સ્માર્ટ ફોન વધારે મોંઘા થવાના એંધાણ

મોબાઇલ ચાર્જર સહિતની ચીજો વધારે મોંઘી બની શકે : ૫૦થી વધુ વસ્તુઓ પર આયાત ડ્યુટી વધી જશે

નવી દિલ્હી,તા. ૨૮ : કેન્દ્રિય બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બજેટમાં કઇ ચીજો સસ્તી થશે અને કઇ ચીજો મોંઘી થશે તેને લઇને ચર્ચા છે. પ્રાપ્ત માહિતી મુજબ આવનાર દિવસોમાં મોબાઇલ ફોન ચાર્જર, ઇન્ડસ્ટ્રીયલ કેમિક્લસ, લેમ્પ્સ, વુડન  ફર્નિચર, કેડલ્સ, જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ મોંઘી થઇ શકે છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં સરકાર આશરે ૫૦ વસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી શકે છે.

સુત્રોએ કહ્યુ છે કે ૫૦ વસ્તુઓ પર આયાત ડ્યુટીને વધારીને ભારત આશરે ૫૬ અબજ ડોલરની આયાતને ઘટાડી દેવા માટે ઇચ્છુક છે. તેમાં મોટા ભાગની હિસ્સેદારી ચીનની છે. જો તે લાગુ કરવામાં આવશે તો સ્માર્ટ ફોનની કિંમતો વધી શકે છે. કારણકે ભારતમાં મોટા ભાગના સ્માર્ટ ફોન ગઠકો, મોબાઇલ ચાર્જર, વાઇબ્રેટર, રિંગર જેવા સ્પેયર પાર્ટસ ચીનમાંથી જ આયાત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ચીજોની આયાત પર આયાત ડ્યુટી ૫-૧૦ ટકા સુધી વધારી શકાય છે. સરકારના પ્રયાસ બિન જરૂરી પેદાશોની આયાતને રોકવાના રહેલા છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ આ પેદાશોનુ નિર્માણ ભારતમાં જ કરવાની યોજના રહેલી છે. મોદી સરકાર વર્ષ ૨૦૧૪થી જ લોકલ મેન્યુફેકચરિગમાં તેજી લાવવા માટેના પ્રયાસ કરી રહી છે. બિનજરૂરી ચીજો પર ડ્યુટીને વધારી દેવામાં આવી છે.

 આ ઉપરાંત વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા તેમજ મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા નાણાં મંત્રાલય સમક્ષ માંગ કરવામાં આવી છે કે તે લોકલ મેન્યુફેકચરિંગને સપોર્ટ કરવા માટે બોર્ડર એડજેસ્ટમેન્ટ ટેક્સ લાગુ કરી દે. બેટ ટેક્સના એ દરો છે જે આયાત કરવામાં આવતી વસ્તીઓ પર લાગુ કરવામાં આવે છે. બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવી રહ્યું છે.

આર્થિક સુસ્તીના માહોલમાં સીતારામન પાસે વધારે વિકલ્પો દેખાઈ રહ્યા નથી. મધ્યમવર્ગ અને ગરીબ વર્ગને રાજી રાખવા માટે તેમની પાસે મર્યાદિત વિકલ્પો છે. વિકાસદર નીચી સપાટીએ પહોંચી ગયા બાદ માંગને વધારવા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. બજેટ પ્રકાશનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ૨૦૨૦માં બીપીસીએલ ડિસઇન્વેસ્ટમેન્ટની ગતિવિધિ આગળ વધી શકી ન હતી. ૨૦૨૧માં આ ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે જંગી નાણાં ઉભા કરવામાં આવી શકે છે. વધુમાં એર ઇન્ડિયા સાથે આનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવનાર છે. જાહેર ક્ષેત્રની કંપનીઓની સંપત્તિ વેચીને પણ નાણાં ઉભા કરવામાં આવી શકે છે.

મોબાઇલ મોંઘા થશે

મોબાઇલ ફોન ચાર્જર, ઇન્ડસ્ટ્રીયલ કેમિક્લસ, લેમ્પ્સ, વુડન  ફર્નિચર, કેડલ્સ, જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ મોંઘી થઇ શકે છે

પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં સરકાર આશરે ૫૦ વસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી શકે છે

ભારતમાં મોટા ભાગના સ્માર્ટ ફોન, મોબાઇલ ચાર્જર, વાઇબ્રેટર, રિંગર જેવા સ્પેયર પાર્ટસ ચીનમાંથી જ આયાત કરવામાં આવે છે

આ ચીજોની આયાત પર આયાત ડ્યુટી ૫-૧૦ ટકા સુધી વધારી શકાય છે

* પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ થનાર બજેટ પર તમામ કારોબારીની નજર કેન્દ્રિત

(3:19 pm IST)